શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surendranagar : વીજળી પડતાં બે લોકોના મોત, એક ઘાયલ

નાની કઠેચી નજીક નળસરોવરમાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. નાની કઠેચીના ૨૬ વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળા પર ગત રાત્રીના કડાકા સાથે વીજળી તુટી પડતા ગંભીર ઇજાઓ થઇ હતી.

સુરેન્દ્રનગરઃ નાની કઠેચી નજીક નળસરોવરમાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. નાની કઠેચીના ૨૬ વર્ષીય મેલાભાઇ પોપટભાઇ દેવથળા પર ગત રાત્રીના કડાકા સાથે વીજળી તુટી પડતા ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાતા આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું છે. લીંબડી તાલુકામાં વીજળી પડવાથી કુલ બે વ્યક્તિનાં મોત થયા છે. જાંબુ અને નાની કઠેચી બન્ને ગામમાં વીજળી પડતા કુલ બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે.

Gujarat Monsoon : છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાઠીમાં 2 ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ અમરેલીના લાઠી તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તો અમદાવાદના ધંધુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ચુડામાં 18 મીમી, જેસરમાં 11 મીમી, બાવળામાં 9 મીમી, રાણપુરમાં 6 મીમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ધોળકા, ધોલેરા, વીરમગામ, વલ્લભીપુર, ગારિયાધારમાં પણ વરસાદ ખાબક્યો હતો. 

અસહ્ય ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાળ ઠવી વિરડી અને વંડા માં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપરવાસના ગામડાઓમા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર  આવ્યું છે.  શેત્રુંજી નદીમાં આ ગ્રામ્ય વિસ્તારોનું પાણી પ્રથમ પુર હોય ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. 

ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં  પલટો આવ્યો હતો.  ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  ઢસા, ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો.  પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી   રાહત મળી છે.

ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજૂ વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. જો કે હજુ પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડશે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટીના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.

રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી  આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં આજે જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે.  અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ત્રણેય તાલુકામાં લગભગ છેલ્લા બે કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે.  ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. 

સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો.  ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત મેકડા, ધોબા, પીપરડી નાળ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે.  આ તરફ લાઠી અને દામનગર તાલુકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.  લાઠી ઉપરાંત આસપાસના હરસુરપુર, દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા, ભગરાડ તો દામનગર તથા આસપાસના પાડરશીગા અને નાના કણકોટમાં વરસાદ વરસ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Embed widget