શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરઃ ભોગાવો નદીમાં ડૂબ્યા બે યુવકો, એકને બચાવાયો; બીજાની શોધખોળ ચાલું
ડૂબેલ અન્ય યુવકની હાલ સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરઃ શહેરના જીલ્લા પંચાયત પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ડૂબેલ બે યુવકો પૈકી એક યુવકને શોધી કાઢ્યો છે. સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર ફાયટર ટીમે બહાર કાઢી યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડૂબેલ અન્ય યુવકની હાલ સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બે દિવસમાં પડેલ ભારે વરસાદને પગલે હાલ ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે. મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ભોગાવો નદીમાં પૂર આવતાં સુરેન્દ્રનગર શહેરના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને કારણે આ કોઝવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જીલ્લા પંચાયતથી સર્કીટ હાઉસ, રાજથી રતનપર , જોરાવરનગર કોઝવે તરફનો રોડ, આટૅસ કોલેજથી જોરાવરનગર તરફનો રોડ બંધ અને જીઆઈડીસીથી વઢવાણ તરફનો રોડ બંધ થઈ ગયો છે. જેને કારણે સ્થાનિકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement