Una : પિતાની નજર સામે જ 4 વર્ષીય બાળક પર દીપડાએ કરી દીધો હુમલો ને પિતાએ તો......
ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો.
ગીર સોમનાથઃ ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે ચાર વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પીટલે ખસેડાયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે. બીજી તરફ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં દિપડો પિંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના વડદલી ગામેથી દિપડો ઝડપાયો. વડદલી ગામે બકરા,વાછરડા, કુતરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો. એનિમલ રેસ્ક્યુ ટિમ અને જંગલખાતા દ્વારા સંયુક્ત રીતે પીંજરું ગોઠવી દીપડાને ઝડપી કાઢ્યો. છેલ્લા કેટલાય દિવસોથી દિપડાના ત્રાસના કારણે સ્થાનિકો પરેશાન બન્યા હતા. દીપડો પાંજરે પુરયેલો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.
સાબરકાંઠામાં વડાલીના મહોર પાટીયાના ખેડૂતના કૂવામાં દીપડો દેખાયો. કૂવામાં દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનો ઉમટ્યા. ગામલોકોએ વનવિભાગને જાણ કરતા વેન વિભાગે રેસ્ક્યુ હાથ ધરી સલામત કુવામાંથી બહાર નીકાળ્યો. કુવામાંથી બહાર નીકળ્યાં બાદ જંગલ તરફ ચાલી ગયો. આ ઘટના 11મી ડિસેમ્બરની છે.
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ
સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટીવ આવ્યા છે. 7 દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે. બંને એક જ પરિવારના અને છે ભાઈ બહેન.
અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા એક વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે. બંને શાળામાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે.
વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે.
વડોદરાની શાળાઓમા વધતા કોવિડ કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા ડી.ઇ.ઓને રજુઆત કરાઈય. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો કોવિડ પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.