Tapi : સોનગઢ ખાતે સી.આર.પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ
Tapi News : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
Tapi : તાપી જિલ્લાના સોનગઢ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને તેમના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુ વસાવા,ધારાસભ્ય મોહનભાઇ ઢોળીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છત્રપતિ શિવાજી મહારાજની સોનગઢ ખાતે પૂર્ણકદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સી.આર.પાટીલે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર અંગે ઉપસ્થિતઓને માહિતગાર કરીને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગોરીલા પદ્ધતિથી પાકિસ્તાનમાં જઈને સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી તે પણ શિવાજી મહારાજની યુદ્ધ નિતિનો જ એક ભાગ હતો, એમ જણાવ્યું હતું, સાથે છત્રપતિ શીવાજી મહારાજ સમગ્ર સમાજના મહારાજ હતા એમ ઉમેર્યું હતું.
ગુજરાતમાં 2026 સુધીમાં પૂરું થશે બુલેટ ટ્રેનનું કામ
સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી.
ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે.
બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.