LokSabha: રૂપાલા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંતની અપીલ, -ચૂંટણીમાં ભાજપને જ મત આપો કેમ કે......
ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, હવે વધતા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયે હવે ભક્તો અને લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી છે. આજે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મુખ્ય કોઠારીએ અપીલ કરી છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને જ મત આપજો.
ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, તો વળી, સામે ભાજપના રૂપાલા રાજકોટમાંથી જ ઉમેદવારી નોંધાવવાનું એલાન કરી ચૂક્યા છે. બન્ને પક્ષો અડગ અને મક્કમ છે, ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે.
આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ પોતાના ભક્તો અને લોકોને અપીલ કરી છે, ડૉ. સંત સ્વામીએ અપીલ કરતાં કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપો. અયોધ્યામાં બનેલું રામ મંદિર નરેન્દ્ર મોદીને લીધે શક્ય બન્યુ છે. પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીને લીધે શક્ય બની છે. બે વખત ભાજપ સરકારથી દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે. ત્રીજી વખત ભાજપને જ મત આપવાની ડૉ. સંત સ્વામીની ખુલ્લી અપીલ છે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
