શોધખોળ કરો

Valsad: વલસાડ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત, 5 ઘાયલ

વલસાડ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વલસાડ: વલસાડ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.   ટેમ્પો, આઈસર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી.  

Valsad: વલસાડ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત, 5 ઘાયલ

વલસાડ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પિકઅપ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુથી આવી રહેલી આઈસર અને કાર સાથે ટકરાયો હતો. અકસ્માતના પગલે  નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે.   

Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

 રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાયવત છે. બગોદરા-લીમડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી હતી અને બે લોકોના મોત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી હતી.

રાજકોટના સંત કબીર રોડ પર બાઇક પર જતાં પિતા-પુત્રને ટેન્કરે થોડા દિવસ પહેલા કચડી નાખ્યા હતા. આ જ પ્રકારનો અકસ્માત શુક્રવારે મેટોડા જીઆઈડીસી પાસે સર્જાયો હતો. જેમાં 14 વ્હીલવાળા કન્ટેનરે બાઇક પર જતાં પિતા-પુત્રને ચગદી નાખતા અરેરાટી વ્યાપી ગઇ હતી. મેટોડા પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. બંને પિતા-પુત્ર લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. જેને કારણે પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જેતપુરના ઉમરાળી તાલુકાના અને અને હાલ લોધીકા વડવાજડી ગામે રહેતા સંજયસિંહ (ઉ.વ. 35), પિતા જીલુભા ભાટી (ઉ.વ. 62)ને બાઇક પાછળ બેસાડી મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. 1 પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી નીકળેલા કન્ટેનરે હડફેટે લીધા બાદ તેમના શરીર પરથી કન્ટેનરના તોતીંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. તત્કાળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. મૃતક સંજયસિંહને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મેટોડાના પીએસઆઈ ગોહીલે જણાવ્યું કે મૃતક સંજયસિંહ મેટોડા જીઆઈડીસીમાં ગેઇટ નં. 2માં આવેલ બાલાજી મલ્ટી પ્રેસ નામના કારખાનામાં નોકરી કરતા હતા. જ્યારે તેના પિતા વડવાજડી ગામે ખેતી કરે છે. બંને લગ્નપ્રસંગમાં જવા માટે વડવાજડી જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget