શોધખોળ કરો

કોંગ્રેસેના દિગ્ગજ નેતાનો સોમા ગાંડા અને ભાજપના નેતાઓને પડકાર, કહ્યું- વીડિયોની FSL તપાસ કરાવી લો

કોંગ્રેસના આક્ષેપને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પ્રતિક્રિયા આપી હતી.

અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી આઠ બેઠકોની પેટા ચૂંટણી પહેલા જ કોંગ્રેસે વીડિયો લીંબડી બેઠકના પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાનો એક વીડિયો રજૂ કર્યો છે. કૉંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું સ્ટિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. સ્ટીંગ ઑપરેશનમાં સોમા ગાંડા કથિત રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હિંદીમાં વાત કરી રહ્યા છે અને ધારાસભ્યોને પૈસા આપી ખરીદવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે. આ વીડિયો વાયરલ થયા બાદ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપ દ્વારા પૈસા આપીને જનપ્રતિનિધિ ખરીદવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. ચાવડાએ એમ પણ કહ્યું કે, સી આર પાટીલને ખરીદ ફરોદના ઓપરેશન બદલ ઇનામ મળ્યું. પાટીલે મહત્વની ભૂમિકા ભજવી એટલે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. જે તે સમયે તેઓ અધ્યક્ષ હોય કે ન હોય તે મહત્વનું નથી, પણ તેમણે આ ઓપરેશન પાર પાડ્યું એટલે પ્રમુખ બનાવાયા હોવાનું પણ ચાવડાએ જણાવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કોંગ્રેસે માનઘડત આક્ષેપો કર્યા છે તે બતાવવા હું હાજર થયો છું. જે વીડિયો વાયરલ થયો તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. સોમાભાઈએ અધ્યક્ષનો ઉલ્લેખ કર્યો જ નથી. મારો ઉલ્લેખ માત્ર મિત્ર પૂરતો જ કર્યો છે. જોકે સોમભાઈ પટેલે પણ આ વીડિયેને નકલી ગણાવી પોતાના વકીલ જવાબ આપશે તેવી વાત કહી હતી. ત્યારે હવે આ વીડિયોને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ મોટો પડકાર ફેંક્યો છે. વીડિયો ખોટો અને નકલી હોવાનો સોમાભાઈ પટેલ અને ભાજપના આરોપ બાદ અર્જુન મોઢવાડિયાએ પડકાર ફેંકતા આ વીડિયોની એફએસએલ તપાસ કરવવા કહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, FSL તપાસમાં વીડિયો ખોટો નિકળશે તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે જેલમાં જવા પણ તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Embed widget