watch : દૂધ મંડળીમાં પશુપાલકો દ્વારા ભરાયેલું દૂધ બે કર્મચારીઓની સામે જ કૂતરો પીવા લાગ્યો, વીડિયો વાયરલ
પાટડી તાલુકાના આદરિયાણા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આદરીયાણાનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના આદરિયાણા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આદરીયાણાનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સહકારી દૂધ ઉત્પાદક મંડળીના કર્મચારી તેમજ હોદેદારોની લાહપરવાહી સામે આવી રહી છે. આદરણીયાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં એક કૂતરો દૂધ પી રહ્યો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. દૂધ ઉત્પાદક મનની અંદર બે કર્મચારી કામ કરી રહ્યા હોવા છતાં પણ તેમની નજરે કૂતરો ન આવ્યો.
આદરણીયાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું આ દૂધ લોકો પીવે અને બીમાર પડે તેવી આશંકા પણ વર્તાઈ રહી છે. કૂતરો વીડિયોમાં એક મિનિટ સુધી દૂધનું સેવન કરી રહ્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. આ વિડીયો પાટડી તાલુકાના આદરણીયાના દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો છે તેવું દ્રશ્યોમાં વર્તાઈ રહ્યું છે. Abp asmita આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
સુરતમાં નવી બીમારીએ ઊંચક્યું માથું, રોજ બાળકોના 600 કેસો નોંધાતા વાલીઓ ચિંતિત
સુરતઃ શહેરના બાળકોના હાથ, પગ, જીભ પર ચાંદાંની બીમારી જોવા મળી રહી છે. હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ નામનો રોગચાળો ફેલાયો છે. ખાનગી-સરકારી હોસ્પિટલો, ક્લિનિકોમાં રોજના 600 કેસ આવી રહ્યા છે. 6 વર્ષ સુધીના બાળકો વધુ છે. કોક્સસૈકી એન્ડ ઇકો નામક વાયરસથી થતી બીમારી છે. વર્ષ 2017માં પણ સંક્રમણ દેખાયું હતું, હવે 5 વર્ષ બાદ ફરી માથું ઉંચક્યું છે.
સુરત શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોના હાથ, પગ અને મોઢામાં નાના નાના ગુલાબી રંગના ચાંઠાં દેખાઈ રહ્યા છે. સાથે તાવની પણ ફરિયાદ છે. બાળકોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડોક્ટરોએ આ બીમારીને હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ નામ આપ્યું છે. શહેરમાં રોજના 500-600 કેસ સામે આવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોકટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ રોગ કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસથી થાય છે. અગાઉ 2017માં ઘણા બાળકો ચપેટમાં આવ્યા હતા. હવે 5 વર્ષ બાદ ફરી માથું ઉચક્યું છે. બાળકોને તરત જ ચેપ લાગે છે. જેથી નર્સરી, ડાન્સ ક્લાસ, પ્લેગ્રાઉન્ડમાં બાળકોને સાવચેત કરવા જરૂરી છે. બાળકોના મોં અને ગળામાં ફોલ્લા દેખાય છે. ઘણા તેને માતાજી કહે છે. પરંતુ તબીબોએ સ્પષ્ટ કહ્યું છે કે તેને આ રોગ ચેપી છે, જેથી સારવાર જરૂરી છે.