શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ,  આ વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

રસ્તાઓ પર પાણી ભરાતા  બકેરી સિટીના સ્થાનિકોએ પાંચ કિલોમીટર દૂર વાહનો મૂકીને ચાલતા આવવાની ફરજ પડી હતી.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભારાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા  બકેરી સિટીના સ્થાનિકોએ પાંચ કિલોમીટર દૂર વાહનો મૂકીને ચાલતા આવવાની ફરજ પડી હતી.  સાંજે 6 વાગ્યે નોકરી પરથી છૂટેલા લોકો સાંજે 10 વાગ્યે ઘરે ચાલતા ચાલતા  પહોંચ્યા હતા. અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. બકેરી સિટી તરફ જતા રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો  પડ્યો છે.  વરસાદી પાણીનું નિકાલ ન થવાના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશનો માહોલ છે. 

શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાતા કામ-ધંધા અને ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ વરસતા લોકો રસ્તામાં અટવાયા હતા.  રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે. શહેરના પૉશ એવા સાયન્સ સિટી, સોલા,  એસ. જી. હાઈવે સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.  એસ.જી હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 

જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યલેશન ના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર  અને ક્ચ્છ અને દક્ષિમ ગુજરાતમાં  ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે જામનગર દ્વારકા પોરબંદર ગીરસોમનાથ દીવમાં  ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાસુધીમાં ગુજરાત 229.2 મીમી નોંધાયો છે. અત્યાર સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ નોંધાયો જાણીએ.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget