ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, અહીં લગાવાયું વીકેન્ડ લોકડાઉન ?
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે.
અમદાવાદ : દેશભરમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેના કારણે કેટલાક રાજ્યોએ બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે પોતાની સાથે કોરોના રિપોર્ટ લઈને આવવા નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શનિ-રવિમાં સૌથી વધુ ગુજરાતીઓ માઉન્ટ આબુ જતા હોય છે.
રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ગેહલોત સરકારે ગુરુવારે વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. અશોક ગહેલોત સરકારે પ્રદેશમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. વીકેન્ડ લોકડાઉન રાખવામાં આવ્યું છે પરંતુ પ્રતિબંધો લોકડાઉન જેવા જ છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોરોના કોર ગ્રુપ સાથે બેઠક બાદ સમગ્ર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.
ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
કુલ કેસ- એક કરોડ 42 લાખ 91 હજાર 917
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
કુલ મોત - 1 લાખ 74 હજાર 308
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.