શોધખોળ કરો
ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ પણ સત્તાવાર રીતે ક્યારથી બેસશે ચોમાસુ, જાણો હવામાન વિભાગે જાહેર કરેલી તારીખો
ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.

અમદાવાદઃ ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવો હવામાન વિભાગનો દાવો છે. જો કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં રવિવારથી જ ધોધમાર વરસાદ પડવો શરૂ થઈ ગયો છે. આ ધોધમાર વરસાદ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે મંગળવારે 9 જૂને અને બુધવારે 10 જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ એ 11 જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 કિલોમીટરથી 3.6 કિલોમીટર વચ્ચેની ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. '
વધુ વાંચો





















