શોધખોળ કરો
Advertisement
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી કેમ ના છોડાયું? જાણો કારણ
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થતાં જ નર્મદા ડેમની જળ સપાટી 129.56 મીટર પહોંચતા જ જૂન માસથી વીજ ઉત્પાદન બંધ હતું
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થતાં જ નર્મદા ડેમની જળ સપાટી 129.56 મીટર પહોંચતા જ જૂન માસથી વીજ ઉત્પાદન બંધ હતું જે આજથી આર.બી.પી.એચનું 200 મેગાવોટનું એક ટર્બાઈન શરૂ કરી વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે 6500 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
જોકે ગઈ કાલે નર્મદા નિગમે નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર હોવાની સતાવાર જાહેરાત કરતા જ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નર્મદા જિલ્લાના 3 તાલુકાના નાંદોદ, તીલકવાળા અને ગરુડેશ્વરના નર્મદા નદી કાંઠાના ગામોને સાબદા કરી દીધા છે. જોકે તંત્ર એલર્ટ બન્યું છે પરંતુ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવનાર હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે ગેટ ખોલવામાં નથી આવ્યા.
જોકે નર્મદા નિગમ દ્વારા આજથી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જોકે નર્મદા 138.68 મીટર સુધી ભરી શકાય છે પરંતુ પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે જેથી નદી કાંઠાના ગામોને નુકસાન ન થાય તેની પણ કાળજી લેવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion