શોધખોળ કરો

Accident: દાહોદ અને ધામરડાની વચ્ચે લગેજ ટ્રેનની અડફેટે આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

દાહોદ-ધામરડા વચ્ચે લગેજમાં  ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

Accident:દાહોદ-ધામરડા વચ્ચે લગેજમાં  ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ-ધામરડા વચ્ચે લગેજમાં  ટ્રેનની અડફેટે આવતા એક યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મંડાવાવ ગામમાં રેલવે ટ્રેકની પાસે યુવક માલગાડીની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું છે. ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે તેમજ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી તે મામલે તપાસ હાથ ધરી છે.

ચાલુ ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાઇ સ્મીમેરની ઇન્ટર્ન ડોક્ટર, સારવાર દરમિયાન મોત

સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરત રેલવે સ્ટેશન પર સોમવારે સાંજે પ્લેટફોર્મ નંબર 2 પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા સ્મીમેરની ઇન્ટર્ન ડોક્ટર પ્રિયાબેન જીતુભાઇ પટેલનું મોત થયું હતું. સ્મીમેરની ઇન્ટર્ન ડૉક્ટર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાઈ હતી જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં સ્મીમેરમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બીલીમોરાના વંકાલ ગામમાં આવેલા વજીફા ફળિયામાં રહેતી પ્રિયાબેન પટેલ સ્મીમેર હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ગત સોમવારે સાંજે સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-બે પર ચાલુ મેમુ ટ્રેનમાં ચડવા જતા નીચે પટકાઇ હતી. જેના કારણે તે પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બા વચ્ચે ફસાઇ ગઇ હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તરત જ તેને સારવાર માટે ગંભીર હાલતમાં સ્મીમેરમાં ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતી ટોળકી ઝડપી

સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપી પાડી છે. એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી પાંચની ધરપકડ કરી છે.પોલીસે 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી બે આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ છે.

સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન કબજે કર્યો હતો.

કેટલા રૂપિયામાં અને કેવી રીતે બનાવી આપતા હતા બોગસ ડોક્યુમેંટ

સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ મળેલી હકીકતના આધારે ખરાઈ કર્યા બાદ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે એ.કે.મોબાઈલ શોપમાં રેઈડ કરી ત્યાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબૂબ યાકુબ શેખ, વસીમ બદરુદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઇમભાઈ પટેલને ઝડપી લીધા હતા. આ ટોળકી રૂ.1500 થી રૂ.3000 માં કોઈપણ દસ્તાવેજ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરના ફોટોશોપમાં એડિટ કરી બનાવી આપતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget