શોધખોળ કરો

KHEDA: નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું, વધુ પ્રમાણમાં લોહી વહી જતા યુવતનું મોત

ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે.

ખેડા:  જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે.

નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.

ગુજરાત ચૂંટણીમાં ભાજપના કયા મહિલા સાંસદે પક્ષ વિરુદ્ધ કર્યુ કામ ?

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધ કામ કરનારાઓની હવે ભાજપે શોધખોળ શરૂ કરી છે. ભાજપની શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં ભાજપ નેતા અશ્વિન કોટવાલે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિરૂદ્ધ ફરિયાદ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અશ્વિન કોટવાલને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતાં. ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટવાલની માત્ર 1 હજાર 464 મતે જ હાર થઈ હતી. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે દિગ્ગજ નેતા અશ્વિન કૉટવાલ ભાજપમાં જોડાયા ત્યારથી જ હેરાનગતિ શરૂ કરવામાં આવી છે.

ભાજપના કાર્યકર સામે નોંધાયો વ્યાજખોરીનો ગુનો

ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. આ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી. જેની સત્યતા ચકાસી તુરંત યોગ્ય પગલા પણ લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપના કાર્યકર પિન્ટુ રાઠોડ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો છે. પિન્ટુ રાઠોડ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ રાઠોડનો ભાઈ છે. થોરાળા પોલીસે આકરી કલમ લગાડી દાખલ ગુનો કર્યો છે. પિન્ટુ રાઠોડ એક પરિવારે લીધેલી વ્યાજની રકમ ન આપતાં ધમકી આપતો હતો.  

પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થતા કાર્યવાહી

અમરેલીના રાજુલામાં કોર્ટ મુદતમાં લવાયેલો દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બે દિવસ અગાઉ રાજુલા કોર્ટમાં હાજરી આપવા આવેલો એક કેદી હોટલમાં જમવા ગયો હતો. આ સમયે હાથમાં પહેરેલી હાથકડી કાઢી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. અમરેલી SP હિમકર સિંહ દ્ધારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.  અમરેલી સબ જેલમાંથી તેને પોલીસ જાપ્તા સાથે રાજુલા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યો હતો. હોટલમાં જમ્યા બાદ હાથકડી કાઢી આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા ફરાર થઈ ગયો હતો. આરોપી ફરાર થવાના કેસમાં અમરેલીના જિલ્લા પોલીસવડાએ પોલીસ જાપ્તાના ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મચારી મનુભાઈ વાઘેલા, ડાયાભાઈ પરમાર, હિમાલયભાઈ કાલાવડિયાને જિલ્લા પોલીસવડા હિમકંરસિંહે સસ્પેન્ડ કરી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Embed widget