CM Oath Ceremony: હરિયાણાના નવા CM તરીકે 15 ઓકટોબરે નહિ લે શપથ, જાણો કાર્યક્રમમાં શું છે ફેરફાર
હરિયાણા બીજેપી ધારાસ્ભ્ય દળના નેતા નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલામાં યોજાશે.
![CM Oath Ceremony: હરિયાણાના નવા CM તરીકે 15 ઓકટોબરે નહિ લે શપથ, જાણો કાર્યક્રમમાં શું છે ફેરફાર Haryana new CM will not take oath on October 15, know why the program has change CM Oath Ceremony: હરિયાણાના નવા CM તરીકે 15 ઓકટોબરે નહિ લે શપથ, જાણો કાર્યક્રમમાં શું છે ફેરફાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/12/8c55d8846f3382e8489e5d1e1e0517c4172871604196581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Oath Ceremony: હરિયાણામાં નવા સીએમ અને મંત્રીઓના શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પૂર્વ સીએમ ખટ્ટરે નવી દિલ્હીમાં તેમના નવા સરકારી આવાસ પર હાઉસ વોર્મિંગ સેરેમની અને પૂજા દરમિયાન આ માહિતી આપી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે હરિયાણામાં 15 ઓક્ટોબરે નવી સરકાર બનશે. પરંતુ હવે 17મી તારીખ નક્કી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, નાયબ સૈની 17 ઓક્ટોબરે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આ દરમિયાન કેબિનેટના સાથીદારો પણ શપથ લેશે.
નાયબ સિંહ સૈની હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના નવ દિવસ બાદ 17 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સીએમ પદ માટે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
સીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10 વાગ્યે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સમારોહમાં પીએમ મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને બીજેપી શાસિત રાજ્યો સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
અગાઉ શપથ ગ્રહણ સમારોહ 11 અથવા 12 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા હતી. બીજી બાજુ, સૈની દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા અને સાંજે ચંદીગઢ પાછા ફર્યા. ચંદીગઢ પરત ફરતાની સાથે જ અધિકારીઓ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યાં હતા
હરિયાણામાં ભાજપને કેટલી બેઠકો મળી?
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 36 અને INLDને 2 બેઠકો મળી છે. અન્યોએ ત્રણ-ત્રણ બેઠકો મેળવી છે. અપક્ષ ઉમેદવારોએ ગયા ગુરુવારે ભાજપને સમર્થન આપ્યું હતું, જે બાદ ભાજપનું સંખ્યાબળ વધીને 52 થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે.
.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)