શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ, 381 સ્વસ્થ થયા- સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 27892 કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા એક દિવસમાં 381 લોકો સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 27892 કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા એક દિવસમાં 381 લોકો સ્વસ્થ થયા છે. હવે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 6184 થઈ છે. 22.17 ટકા રિકવરી રેટ થઈ ગયો છે.
આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 16 જિલ્લાઓ જ્યાં અગાઉ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા ત્યાં છેલ્લા 28 દિવસથી કોઈ નવા કેસ નોંધાયા નથી. આ યાદીમાં જોડાયેલા ત્રણ નવા જિલ્લાઓ છે તેમાં મહારાષ્ટ્રનું ગોંડિયા, કર્ણાટકનું દેવાંગેરે અને બિહારનું લખી સરાઈનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, આપણે ખોટી માહિતી અને ગભરાટ ફેલાવવાનું ટાળવું જોઈએ. COVID19 સ્પ્રેડ માટે કોઈ સમુદાય અથવા વિસ્તારને લેબલ આપવું જોઈએ નહીં. ખાસ કરીને, હેલ્થકેર અને સેનિટરી કામદારો અથવા પોલીસને ટાર્ગેટ કરવા જોઈએ નહીં કારણ કે તેઓ તમારી સહાયતા માટે છે.
આંકડા મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં સાડા આઠ લાખથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશમાં અમેરિકા છે. અહી દસ લાખ જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion