શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારમાં ફરી એક વખત વિજળી પડવાથી 22 લોકોના મોત થયા
બિહારના પાંચ જિલ્લામાં ભારે પવન અને વરસાદ દરમિયાન વીજળી પડવાના કારણે ગુરૂવારે 22 લોકોના મોત થયા છે.
પટના: બિહારના પાંચ જિલ્લામાં ભારે પવન અને વરસાદ દરમિયાન વીજળી પડવાના કારણે ગુરૂવારે 22 લોકોના મોત થયા છે. જાણકારી મુજબ વિજળી પડવાના કારણે પટનામાં પાંચ, પૂર્વી ચંપારણમાં ચાર, સમસ્તીપુર અને કટિહારમાં ત્રણ-ત્રણ, શિવહર અને મધેપુરમાં બે-બે અને પૂર્ણિયા અને પશ્ચિમ ચંપારણમાં જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 જૂનના બિહારમાં વિજળી પડવાના કારણે 11 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 5 જિલ્લામાં વિજળી પડી હતી. 30 જૂનના રોજ પટનામાં વિજળી પડવાથી 2, છપરામાં 5, નવાદામાં 2, લખીસરાયમાં 1 અને જમુઈમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકોના પરિવારને મુખ્યમંત્રી નીતીશ કુમારે ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
આ પહેલા પણ ગત મહિને રાજ્યમાં વિજળી પડવાના કારણે 83 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કુલ 38 જિલ્લામાંથી 23 જિલ્લમાં વિજળીનો કહેર જોવા મળ્યો હતો. સૌથી વધુ ગોપાલગંજમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે મધુબની-નવાદામાં 8-8 લોકોના મોત થયા હતા. દરભંગા અને બાંકામાં પણ 5-5 લોકોના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે બિહારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ છે. ઘણા શહેરોમાં વાવાઝોડાની સ્થિતિ છે. રાજધાની પટનાના ઘણા વિસ્તારમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion