શોધખોળ કરો
Advertisement
તમિલનાડુ: ચાલતી ટ્રેને લૂંટાયા RBIના 5 કરોડ રૂપિયા, ફિલ્મી સ્ટાઈલમાં આવ્યા હતા લૂંટારુઓ
ચેન્નઈ: સેલમથી ચેન્નઈ જઈ રહેલી ટ્રેનમાં ફિલ્મી ઢબે 5.78 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે. આ લૂંટ ટ્રેનની છતને કાપીને કરવામાં આવી છે. કોચમાં આરબીઆઈના અંદાજે 342 કરોડ રૂપિયા હતા.તેનું કુલ વજન 23 ટન થતું હતું. આ રૂપિયાને ડિપોઝીટ કરવા માટે ચેન્નઈ લઈ જવાઈ રહ્યાં હતા. નોંધનીય છે કે, આ હાઈ-કેપેસિટી પાર્સલ કોચની સુરક્ષા માટે 18 જેટલા જવાનો તૈનાત હતા. આમ છતા આ લૂંટને ચતુરાઈથી અંજામ આપવામાં આવ્યો છે.
પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈએ સાલેમમાં આવેલી પાંચ બેન્કમાંથી નાણાં એકત્રિત કર્યાં હતાં. સાલેમ ચેન્નાઈથી 350 કિ. મી. દૂર દક્ષિણ પશ્ચિમે આવેલું છે. આરબીઆઈના અધિકારીઓને ટ્રેન ચેન્નાઈના એગમોર સ્ટેશને આવી અને તેમણે નાણાં જોયા ત્યારે ખબર પડી હતી કે ચોરોએ બે ટ્રન્કમાંથી નાણાં ચોરી લીધાં છે.સીસીટીવીના ફૂટેજમાં એવું જોવા મળ્યું હતું કે જે કોચમાં નાણાં હતાં તેમાં કોઈ નહોતું તેને બહારથી તાળું મારીને સીલ કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક લોકો તેનું વેન્ટિલેટર ખોલવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા.આ ટ્રેન સાલેમથી રાતે 9 વાગે ઉપડી હતી જે સવારે 4-40 વાગે ચેન્નાઈ પહોંચવાની હતી.
આ રૂપિયા ઘણીબધી પ્રાઈવેટ બેંકના હતા. જેને 11064 સેલમ-ચેન્નઈ ઈગ્મોર એક્સપ્રેસથી ચેન્નઈ લઈ જવાઈ રહ્યાં હતા. ટ્રેન સેલમથી સોમવારે રાતે 9 વાગે નીકળી અને મંગળવારની સાંજે ચેન્નઈ પહોંચી હતી. ટ્રેનની છતમાંથી એક શખ્સ આરામથી અંદર-બહાર જઈ શકે એટલી તોડી નાખવામાં આવી છે. આઈબીઆઈ ઓફિશિયલે આ કોચને ખોલ્યો ત્યારે પોલીસને આ લૂંટ અંગ જાણકારી મળી.
જીઆરપી પોલીસ અનુસાર, ચાર બોક્સ તૂટેલા મળ્યા, તેમાંથી એક બોક્સમાંથી તમામ પૈસા ગાયબ હતા. બીજું બોક્સ અડધા ખાલી હતું. જ્યારે ત્રીજા અને ચોથા બોક્સમાં પૈસા વિખરાયેલા હતા, પરંતુ ગાયબ નહોતા. પોલીસ અનુસાર બોક્સને એટલા માટે છોડી દેવામાં આવ્યા કારણ કે તેમાં ઓછા પૈસા હતા. ફોરેન્સિક સ્ટાફ ટ્રેન સાથે રેલવે ટ્રેકની તપાસ કરી રહી છે, જેથી કોઇ ક્લૂ મળી શકે.
તપાસકારોનું માનવું છે કે ચોરો ટ્રેનમાં અધવચ્ચેથી ચઢ્યા હશે. તેમણે ટ્રેનનું છાપરું કાપવા માટે સ્ટીલ કટર્સ અને વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કર્યો હશે. અને રાતે 1-30 વાગે ટ્રેન જ્યારે વિરુધાચલમ ખાતે રોકાઈ હતી ત્યાં તેઓ ચોરી કરીને ભાગ્યા હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion