શોધખોળ કરો
Advertisement
રમતાં રમતાં બાળકીએ કરી એક એવી ભૂલ, જેના કારણે તડપી-તડપી ગયો જીવ
આઠ વર્ષની બાળકી માટે સીટી સાથે રમવું ભારે પડી ગયું. તેમણે એક એવી ભૂલ કરી જેના કારણે માસૂમ ખૂબ પીડા સાથે મોતને ભેટી, શું છે મામલો જાણીએ.
આઠ વર્ષની બાળકી એક પ્લાસ્ટિકની સીટી સાથે રમી રહી હતી. રમત-રમતમાં આ સિટી તેમના ગળામાં અટકાઇ ગઇ. જેના કારણે તેનો શ્વાસ રૂંધાઇ ગયો અને જિંદગી હાથ ધોવા પડ્યાં. બાળકીના મોત માટે સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી પણ સામે આવી છે. પરિવારે હોસ્પિટલના બેજવાબદારીભર્યા વલણને પણ મોત માટે જવાબદાર ઠેરવ્યું છે.
ઘટના બિહારના મુંગેરની છે. આઠ વર્ષની બાળકીના ગળામાં પ્લાસ્ટિકની સિટી ફસાઇ જતાં તેનું દર્દનાક મોત થયું. આઠ વર્ષની દીકરી પ્લાસ્ટિકની સિટી સાથે રમી રહી હતી. તે આ પ્લાસ્ટિકની સિટી વગાડી રહી હતી. જો કે આ દરમિયાન રમત-રમતમાં આ સિટી તેના ગળામાં ફસાઇ ગઇ અને શ્વાસ અટકી ગયો. દીકરીના આ હાલત જોતા પરિવારનો હોંશ ઉડી ગયો. પરિવાર બાળકીને ગંભીર હાલતમાં લઇને અસરગંજ પ્રાથમિક કેન્દ્ર પહોંચ્યાં
અસરગંજ પ્રાથમિક કેન્દ્રના ડોક્ટરે બાળકીની ગંભીર હાલત જોતા તેમને માયાગંજ હોસ્પિટલ ભાગલપુર રીફર કરવાની સલાહ આપી. ભાગલપુરની હોસ્પિટલથી તેને પટના હોસ્પિટલ રીફર કરવાની સલાહ અપાઇ. જો કે પટના જતાં રસ્તામાં જ બાળકીનું મોત થઇ ગયું.
સરકારી હોસ્પિટલોના બદરકાર વલણના કારણે બાળકીની જિંદગી ગઇ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. બાળકીને ગંભીર હાલતમાં ટ્રીટમેન્ટ આપવાની બદલે ત્રણ હોસ્પિટલમાં રીફર કરાઇ હતી. બાળકીને આઇસીયૂ વાન પણ હોસ્પિટલે ન આપતા ટેમ્પો લઇ જવાની ફરજ પડી હતી. સરકાર હોસ્પિટલની અસુવિધા, અવ્યવસ્થા અને બેદરકારીના કારણે માસૂમને બચાવી ન શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement