શોધખોળ કરો
Advertisement
ઉત્તરાખંડમાં કોરોનાના નવા 73 દર્દીઓ સામે આવ્યા, આખુ રાજ્ય ઓરોન્જ ઝૉનમાં
રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી અહીં મહામારી સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર, તાજા કેસોમાં સર્વાધિક 32 દર્દીઓ નૈનિતાલ જિલ્લાના છે. નવા કેસોને મેળવીને નૈનિતાલમાં એકલા અત્યાર સુધી 117 દર્દીઓ થઇ ગયા છે
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં છેલ્લા થોડાક દિવસોથી સતત કોરોના દર્દીઓ વધી રહ્યાં છે. રવિવારે નવા 73 કોરોના દર્દીઓ સામે આવતા પીડિતોની સંખ્યા વધીને 317 થઇ ગઇ છે, અને આખુ રાજ્ય ઓરેન્જ ઝૉનમાં આવી ગયુ છે. કોરોના વાયરસ સંક્રમિતના મળેતા તાજા દર્દીઓમાં મોટાભાગના બહારથી યાત્રા કરીને રાજ્યમાં આવેલા છે.
રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી અહીં મહામારી સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર, તાજા કેસોમાં સર્વાધિક 32 દર્દીઓ નૈનિતાલ જિલ્લાના છે. નવા કેસોને મેળવીને નૈનિતાલમાં એકલા અત્યાર સુધી 117 દર્દીઓ થઇ ગયા છે.
આ ઉપરાંત, દેહરાદૂન જિલ્લામાં 11, ચમોલી જિલ્લામાં 10, ઉધમસિંહ નગરમાં 8, અલ્મોડામાં પાંચ, ટિહરીમાં ત્રણ, બાગેશ્વરમાં બે દર્દીઓ છે. જ્યારે ચંપાવત અને પૌડી જિલ્લામાં એક-એક કોરોના વાયરસના દર્દીઓ મળ્યા છે.
આ 73 કેસોમાંથી એક કેસની પુષ્ટિ એક ખાનગી પ્રયોગશાળામાં થઇ છે, અને બુલેટિનમાં આ દર્દીઓ વિશે વિવરણ નથી આપવામાં આવ્યુ. આ ઉપરાંત સંક્રમિત થયેલા ત્રણ દર્દીઓ રાજ્યની બહાર જઇ ચૂક્યા છે. રાજ્યાં અત્યાર સુધી ત્રણ સંક્રમિત દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે, પણ સ્વાસ્થ્ય વિભાગનુ માનવુ છે કે આમાંથી કોઇનુ પણ મૃત્યુ કોરોનાથી નથી થયુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement