શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સભળાયો વિસ્ફોટનો અવાજ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના બની છે. બોઈસરમાં બનેલી આ ગમખ્વાર ઘટનામાં 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ચુકી છે. હાલ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ કેવી રીતે લાગી તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાનો મૃત્યુઆંક વધી શકે છે.
પોલીસ પ્રવક્તા હેમંત કાટકરે જણાવ્યું કે, ફેકટરી કોલવાડે ગામ સ્થિત છે. આ વિસ્ફોટ સાંજે 7.20 મિનિટ પર થયો હતો. વિસ્ફોટક એટલો જોરદાર હતો કે તેનો અવાજ 15 કિમી દૂર સંભળાવોય હતો. વિસ્ફોટના કારણ આસપાસના કેટલાક વિસ્તારોમાં બારીના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ બાદ આસપાસ આગ પ્રસરી જતાં તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
અધિકારીના જણાવ્યા મુજબ વિસ્ફોટ અંક ફાર્માના નિર્માણાધીન યૂનિટમાં થયો હતો. કાટમાળમાંથી ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મુંબઈથી 100 કિમી દૂર બોઈસરમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)માં આ કરૂણ ઘટના બની હતી.
આજે બપોરે ગુજરાતના વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.#UPDATE SP Palghar: 8 persons dead in the fire that broke out at a chemical factory in Boisar. #Maharashtra https://t.co/hUjbwcAyWd
— ANI (@ANI) January 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement