કાશ્મીરમાં એન્કાઉન્ટરઃ સેનાએ બડગામમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આંતકીઓને માર્યા ઠાર, જાણો
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકીઓને બુધવારે સવારે ઠાર માર્યા હતા
Budgam Encounter: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે. બડગામમાં અથડામણમાં શુક્રવારે જવાનોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ અથડામણ બડગામના જોલ્વા ક્રાલપુરા ચડૂરા વિસ્તારમાં થઇ હતી. આમાંથી હજુ સુધી માત્ર એક જ આતંકીઓની ઓળખ શ્રીનગર સિટીના વસીમ તરીકે થઇ. તેની પાસેથી એક ત્રણ એકે 56 રાયફલ્સ મળી આવી છે.
ઘાટીમાં આતંકીઓનો થઇ રહ્યો છે ખાત્મો-
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલાથી જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણ દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકીઓને બુધવારે સવારે ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્ય હતા. તેમની પાસેથી હથિયાર અને દારુગોળો જપ્ત કરવામા આવ્યા હતા. કાશ્મીરના આઇજી વિજય કુમારે બતાવ્યુ કે, પુલવામાના ચાંદગામમાં અથડામણ દરમિયાન જૈશના ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે.
આમાથી એક પાકિસ્તાની નાગરિક હતો. તેને બતાવ્યુ કે, માર્યા ગયેલા આતંકીઓની પાસેથી 2 એમ 4 કાર્બોઇન્સ, એક એકે 47 રાયફલ્સ અને અન્ય વિસ્ફોટકો પદાર્થ મળી આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની આતંકી વિરુદ્ધ સતત કાર્યવાહી યથાવત છે. આ ઘટનાથી પણ પહેલા કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાએ મળીને કુલ 9 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટર અનંતનાગ, કુલગામ અને પંથા ચૌક વિસ્તારમાં થયુ હતુ.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........