ABP C-Voter Survey: યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ કે માયાવતી, કોણ છે UPના મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ?
આ સર્વે 15 ડિસેમ્બરનો છે. આ અગાઉ 14 ડિસેમ્બરના રોજ કરાયેલા સર્વેમાં પણ 42 ટકા લોકોએ યોગી આદિત્યનાથને પહેલી પસંદ ગણાવ્યા હતા
UP Election 2022: દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022 યોજાવાની છે. પરંતુ આ અગાઉ abp ન્યૂઝ સી વોટર સાથે જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે અમારા ડેઇલી સર્વેમાં લોકોની મુખ્યમંત્રી તરીકેની પસંદ જાણવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકેની પ્રથમ પસંદ ગણાવ્યા હતા. 42 ટકા લોકો ઇચ્છે છે કે યોગી આદિત્યનાથ એકવાર ફરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બને.
આ સર્વે 15 ડિસેમ્બરનો છે. આ અગાઉ 14 ડિસેમ્બરના રોજ કરાયેલા સર્વેમાં પણ 42 ટકા લોકોએ યોગી આદિત્યનાથને પહેલી પસંદ ગણાવ્યા હતા .અન્ય નેતાઓની વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બીજા અને બસપાના સુપ્રીમો માયાવતી ત્રીજા નંબર પર છે. 15 ડિસેમ્બરના રોજ કરાયેલા સર્વેમાં 34 ટકા લોકોએ અખિલેશને મુખ્યમંત્રી તરીકેની પસંદ ગણાવ્યા હતા તો 14 ટકા લોકોએ માયાવતી સાથે હતા.
કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?
Zodiac Signs: આ રાશિના જાતકોની જોડી હોય છે ઝઘડાળુ, જાણો તમારી જોડી છે કે નહીં