SpiceJet ની વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી, કંડલા-મુંબઈ ફ્લાઈટનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
સ્પાઈસજેટ (SpiceJet) ના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખરાબી બાદ તેનું લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યું છે.
SpiceJet Plane: સ્પાઈસજેટ (SpiceJet) ના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખરાબી બાદ તેનું લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યું છે. જાણકારી મુજબ કંડલાથી મુંબઈ (Kandla To Mumbai) ઉડાન ભરીને જતી સ્પાઈસજેટની ફ્લાઈટ નંબર SG 3324 પર ક્રૂઝ દરમિયાન P2 સાઈડ વિન્ડશીલ્ડ (Side Windshield) નો બહારનો ભાગ તૂટી ગયો, બાદમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
વિન્ડશિલ્ડ આઉટર પેનમાં તિરાડ પડી
આ લેન્ડિંગ પર વાત કરતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "5 જુલાઈ 2022ના રોજ સ્પાઈસજેટ Q400 એરક્રાફ્ટ SG 3324 (કંડલા-મુંબઈ)નું સંચાલન કરી રહ્યું હતું, તે દરમિયાન FL230 ખાતે P2 બાજુની વિન્ડશિલ્ડ આઉટર પેનમાં તિરાડ પડી હતી. જો કે હાલ વિમાનને મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે.
ગુજરાતના કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી
સ્પાઈસ જેટના વિમાને ગુજરાતના કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. પરંતુ મધ્ય હવામાં જહાજની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનની બહારની બારીમાં સામાન્ય કરતા વધુ દબાણને કારણે તેમાં તિરાડ પડી હતી. જે બાદ જહાજને સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ મુસાફરો અને ફ્લાઈટ સ્ટાફને વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે.
દિલ્હીથી દુબઈની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી
તમને જણાવી દઈએ કે છેલ્લા 17 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટ સાથે જોડાયેલી આ સાતમી ઘટના છે. આજે, ઇંધણ સૂચકમાં નિષ્ફળતાને કારણે, સ્પાઇસજેટની SG-11 દિલ્હીથી દુબઈની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી. લેન્ડિંગ વિશે બહાર આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ લેન્ડિંગ ટેકનિકલ કારણોસર કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં સ્પાઈસજેટના પ્રવક્તાનું નિવેદન બહાર આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે ફ્લાઈટનું સામાન્ય લેન્ડિંગ થયું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.