શોધખોળ કરો

Adani Group: UPમાં અદાણીને લાગ્યો મોટો આંચકો, 25,000 કરોડનું આ ટેન્ડર થયું રદ, જાણો વિગતે

મધ્યાંચલ વિદ્યુત વિતરન નિગમે કંપનીના સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવા માટેનું ટેન્ડર રદ કર્યું છે. તેની કિંમત લગભગ 5400 કરોડ રૂપિયા છે.

Adani Group: મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમ (MVVN) એ અદાણી ગ્રુપના સ્માર્ટ પ્રીપેડ મીટરના ટેન્ડરને નિયત દર કરતાં 40 ટકા વધુ દરના આધારે રદ કરવાનો આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન, પશ્ચિમાંચલ, પૂર્વાંચલ અને દક્ષિણાચલ વિદ્યુત વિતરન નિગમની અન્ય કંપનીઓના ટેન્ડરો પણ અટવાઈ જવાની શક્યતા છે. તમામ જગ્યાએ ટેન્ડર રદ કરવાનો અંતિમ નિર્ણય સેન્ટ્રલ સ્ટોર પરચેઝ કમિટી દ્વારા લેવામાં આવશે.

મધ્યાંચલ વિદ્યુત વિતરન નિગમે કંપનીના સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવા માટેનું ટેન્ડર રદ કર્યું છે. તેની કિંમત લગભગ 5400 કરોડ રૂપિયા છે. આ ટેન્ડરનો દર અંદાજિત કિંમત કરતા લગભગ 40 થી 65 ટકા વધુ હતો, જેના કારણે શરૂઆતથી જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. હવે નજર પશ્ચિમાંચલ, પૂર્વાંચલ, દક્ષિણાચલ અને ડિસ્કોમ્સના ટેન્ડરો પર પણ છે. દક્ષિણાચલમાં અદાણી જૂથનું ટેન્ડર પણ છે.

રાજ્યમાં લગભગ 2.5 કરોડ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના છે. આ માટે 25 હજાર કરોડના ટેન્ડરો બહાર પાડવમાં આવ્યા છે. આમાં, મેસર્સ અદાણી પાવર ટ્રાન્સમિશન ઉપરાંત, જીએમઆર અને ઇન્ટેલી સ્માર્ટ કંપનીએ ટેન્ડરનો બીજો ભાગ જીત્યો હતો. તેમને કામ કરવાનો આદેશ જારી કરવાનો હતો, પરંતુ તેમના ટેન્ડરના દર અંગે વિરોધ થયો હતો. ટેન્ડર દરખાસ્ત મુજબ દરેક મીટરની કિંમત 9 થી 10 હજાર રૂપિયા જેટલી હતી. જ્યારે અંદાજિત ખર્ચ છ હજાર રૂપિયા પ્રતિ મીટર છે. આ કિસ્સામાં, યુપી પાવર કોર્પોરેશન લિમિટેડે પાવર મંત્રાલય પાસેથી પ્રતિ મીટર ઊંચી કિંમત અંગે સલાહ લીધી હતી, પરંતુ ત્યાંથી નિર્ણય કોર્પોરેશન પર જ છોડી દેવામાં આવ્યો હતો.

સિટી બેંક બાદ આ બેંકે પણ અદાણીને આપ્યો આંચકો

વિશ્વભરની બેંકોમાં ગૌતમ અદાણી અને તેની ગ્રુપની કંપનીઓની વિશ્વસનીયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સિટીબેંક અને ક્રેડિટ સુઈસ જેવી મોટી બેંકોએ પહેલાથી જ અદાણી ગ્રુપના બોન્ડને લોન માટે કોલેટરલ તરીકે લેવાની ના પાડી દીધી હતી, હવે બીજી આંતરરાષ્ટ્રીય બેંકે ગૌતમ અદાણીને આંચકો આપ્યો છે. એક ન્યૂઝ ચેનલને માહિતી આપતા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસીએ કહ્યું કે તેણે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રૂપની કંપનીઓના બોન્ડ્સ લેવાનો ઇનકાર કર્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈન્ડિયાના પ્રવક્તાએ અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વાસ્તવમાં, આ નિર્ણય સિટીગ્રુપ ઇન્ક અને ક્રેડિટ સુઇસ ગ્રુપ એજી દ્વારા લેવામાં આવેલા સમાન નિર્ણય પછી આવ્યો છે. હકીકતમાં, UAS આધારિત શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર અનેક નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. જે બાદ આંતરરાષ્ટ્રીય બેંકોએ અદાણી ગ્રુપના બોન્ડ અને સિક્યોરિટીઝ લેવાનો ઈન્કાર કરી દીધો છે. બાય ધ વે અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ વારંવાર શોર્ટ સેલરના આરોપોને નકારી રહ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓના બોન્ડ ધારકો નાણાકીય સલાહકારો અને વકીલો સાથે પ્રારંભિક વાતચીત કરી રહ્યા છે.

અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયા બાદ કંપનીએ અચાનક દેશના સૌથી મોટા FPO પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્લૂમબર્ગ ન્યૂઝે શનિવારે અહેવાલ આપ્યો હતો કે તેણે રિટેલ ઇશ્યૂ દ્વારા 10 અબજ રૂપિયા ($122 મિલિયન) ના બોન્ડ વેચવાની યોજના પણ મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે અદાણી અને હિંડનબર્ગના મામલામાં ગૌતમ અદાણીની નેટવર્થને $50 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. અદાણી ગ્રુપના માર્કેટ કેપમાંથી $100 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે પણ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઘટાડો થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Embed widget