શોધખોળ કરો

Shraddha Case: શ્રદ્ધાના હત્યારા આફતાબને પણ ગુજરાતની ચૂંટણીમાં રસ? એક્ઝિટ પોલને લઈ ઉત્સુક

આફતાબ પૂનાવાલા (28)ની દિલ્હી પોલીસે 12 નવેમ્બરે દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની કથિત રીતે હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ જેલમાં બેઠા બેઠા પણ ગુજરાત, હિમાચલ અને MCD ચૂંટણીમાં પણ રસ લઈ રહ્યો છે. આફતાબે તિહાર જેલમાં તેના સેલની બહાર તૈનાત કર્મચારીઓ સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી જે એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં અને એમસીડીમાં સરકાર બનવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે ચૂંટણીના એક્ઝિટ પોલ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા.

આફતાબ તિહારમાં બંધ છે

આફતાબ પૂનાવાલા (28)ની દિલ્હી પોલીસે 12 નવેમ્બરે દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની કથિત રીતે હત્યા કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ 35 ટુકડા કરી નાખ્યા હતા, જેને તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી ઘરે રેફ્રિજરેટરમાં રાખ્યો હતો. ત્યારબાદ ઘણા દિવસો સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકતો રહ્યો હતો.

ગુજરાત, હિમાચલ અને એમસીડીની ચૂંટણીના એક્ઝિટ પોલમાંં આફતાબને રસ 

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને દિલ્હીની એમસીડીની ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવ્યા હતાં. જેમાં ગુજરાત અને હિમાચલમાં ભાજપનો વિજય થઈ રહ્યો હોવાનું દર્શાવવામાં આવે છે. જ્યારે એમસીડીમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી રહી હોવાનું પ્રતિત થાય છે. દેશભરના લોકોને આ એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ આશ્ચર્યજનક રીતે શ્રદ્ધા હત્યાકેસનો આરોપી આફતાબ અમીન પુનાવાલા પણ જેલમાં રહિને પણ એક્ઝિટ પોલમાં ભારે રસ દાખવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આફતાબે તિહાડ જેલમાં તેના સેલની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓ સાથે એક્ઝિટ પોલને લઈને લાંબી ચર્ચા કરી હતી. તેણે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને એમસીડીમાં કોની સરકાર બનવા જઈ રહી છે.  

આ કેસમાં આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. હાલ આફતાબ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. સૂત્રોએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે, આફતાબે તિહાર પ્રશાસનને પુસ્તક વાંચવા માંગ્યુ હતું. ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ તેને પોલ થેરોક્સનું પુસ્તક 'ધ ગ્રેટ રેલવે બજાર' આપ્યું હતું. 

આફતાબ તિહારમાં આઈસોલેશનમાં 

આફતાબને તિહાડના અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે. પરંતુ તેના સેલમાં કેટલાક કેદીઓ પણ છે. આ પહેલા આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ બનાવવામાં આવી હતી અને ત્યાં આફતાબની સુનાવણી પણ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget