PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
જોકે, ત્રીજા તબક્કા પછી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. બાદમાં ચોથો તબક્કો શરૂ થયો હતો પરંતુ તે પછી કોઈ અપડેટ્સ મળી રહ્યા નહોતા.

ઈસરોનું વર્ષનું પહેલું લોન્ચ નિષ્ફળ ગયું છે. PSLV-C62 મિશન પહેલાં C61 ગયા વર્ષે પણ નિષ્ફળ ગયું હતું. આ વખતે રોકેટ સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું. જોકે, ત્રીજા તબક્કા પછી ડેટા મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. બાદમાં ચોથો તબક્કો શરૂ થયો હતો પરંતુ તે પછી કોઈ અપડેટ્સ મળી રહ્યા નહોતા. મિશન કંન્ટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બાદમાં ઈસરોના વડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં સમસ્યા આવી હતી. રોકેટે માર્ગ બદલ્યો હતો, જેના કારણે બધા ઉપગ્રહો અવકાશમાં ગુમ ગયા હતા. તેમની સાથે હાલમાં સંપર્ક થઈ રહ્યો નથી.
The PSLV-C62 mission encountered an anomaly during end of the PS3 stage. A detailed analysis has been initiated.
— ISRO (@isro) January 12, 2026
The PSLV-C62 mission encountered an anomaly during end of the PS3 stage. A detailed analysis has been initiated., says Indian Space Research Organisation-ISRO. https://t.co/CvHRUVfVQW pic.twitter.com/G56lMEDQ3X
— ANI (@ANI) January 12, 2026
#WATCH | ISRO Chief V Narayanan says," Today we have attempted the PSLV C62 / EOS - N1 Mission. The PSLV vehicle is a four stage vehicle with two solid stages and two liquid stages. The performance of the vehicle close to the end of third stage was as expected. Close to the end… pic.twitter.com/buC7aSDYw4
— ANI (@ANI) January 12, 2026
12 જાન્યુઆરી, 2026ના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એ વર્ષનું પોતાનું પ્રથમ મિશન લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે 16 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, પીએસએલવી-સી62 રોકેટ અવકાશમાં તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું. ઇસરોએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
પીએસએલવી રોકેટની 64મી ઉડાન
પીએસએલવીને વિશ્વના સૌથી વિશ્વસનીય પ્રક્ષેપણ વાહનોમાંનું એક માનવામાં આવે છે. તેણે ચંદ્રયાન-1, મંગલયાન અને આદિત્ય-એલ1 જેવા મિશન લોન્ચ કર્યા છે. આ પીએસએલવીની એકંદરે 64મી ઉડાન પણ છે. આ ભારતનું 9મું વાણિજ્યિક મિશન છે, જે ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા માટે રચાયેલ છે. ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ખાનગી કંપનીએ પીએસએલવી મિશનમાં આટલો મોટો હિસ્સો લીધો છે. આ મિશન ઇસરોની વાણિજ્યિક શાખા ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) દ્વારા સંચાલિત છે.
સચોટ દેખરેખ માટે અન્વેષા ઉપગ્રહ જરૂરી છે
આ મિશનમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત અન્વેષા ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. તે અદ્યતન ઇમેજિંગ સુવિધાઓથી સજ્જ એક ગુપ્તચર ઉપગ્રહ છે, જે ચોક્કસ દેખરેખ અને મેપિંગ માટે રચાયેલ છે. તે અવકાશમાં હોવા છતાં પણ ઝાડીઓ, જંગલો અથવા બંકરોમાં છૂપાયેલા દુશ્મનોની છબીઓ કેપ્ચર કરી શકે છે.
ભારતનો પ્રથમ ઓર્બિટલ AI ઇમેજિંગ સેટેલાઇટ
MOI-1 આ મિશનમાં સૌથી મહત્વપૂર્ણ ઉપગ્રહ છે. તે ભારતની પ્રથમ ઓર્બિટલ AI ઇમેજિંગ લેબ છે, જે હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપનીઓ ટેક મી ટુ સ્પેસ અને ઇઓન સ્પેસ લેબ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. MOI-1 ઉપગ્રહ એક પ્રકારનો 'સ્પેસ ક્લાઉડ' છે, જે લોકોને ઉપગ્રહ પર સીધા પ્રયોગો કરવાની મંજૂરી આપે છે.





















