વેક્સિનનેશન બાદ જો દેખાય આ લક્ષણો તો તે સારા સંકેત છે. જાણો શું કહે એક્સપર્ટ
દુનિયાભરમાં કોરોના વાયરસની રોકથામ માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.જોકે વેક્સિનેશન બાદ થતાં સાઇડ ઇફેક્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. જો કે આ બધા અમેરિકાના મહામારીના એક્સ્પર્ટ ડોક્ટર ફાઉચી કહ્યું કે, કોરોનાની વેક્સિન લગાવ્યાં બાદ સામાન્ય આડઅસર એ વાતનું સંકેત આપે છે કે, શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વધારી રહ્યો છે
vaccination:દુનિયાભરમાં કોરોના વાયરસની રોકથામ માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.જોકે વેક્સિનેશન બાદ થતાં સાઇડ ઇફેક્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. જો કે આ બધા અમેરિકાના મહામારીના એક્સ્પર્ટ ડોક્ટર ફાઉચી કહ્યું કે, કોરોનાની વેક્સિન લગાવ્યાં બાદ સામાન્ય આડઅસર એ વાતનું સંકેત આપે છે કે, શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વધારી રહ્યો છે. વેક્સિનેશન બાદ સામાન્ય રીતે હળવા કે મધ્યમ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. આ સાઇડ ઇફેક્ટનાં લક્ષણો ત્રણ દિવસ સુધી રહે છે અને સરળતાથી ઠીક થઇ શકે છે. વેક્સિનેશન બાદ તાવ, જોઇન્ટ પેઇન જેવી ફરિયાદ એક સંભવિત પ્રક્રિયા છે. શરીરને જ્યારે લાગે છે કે, તેને કોઇ સંભવિત ખતરો છે તો આ સ્થિતિમાં પ્રોટીન સ્પાઇક પર ઇમ્યૂન સિસ્ટમનું રિએકશન એક સારા સંકેત છે.
વેક્સનનેશન બાદ તાવ આવવો, ઠંડી લાગવી, સાંધામાં દુખાવો સામાન્ય છે,આ તમામ આડ અસરનાં લક્ષણો સંકેત આપે છે કે,વેક્સિન શરીરને ભવિષ્યના રોગાણુ સામે લડવા તૈયાર કરી રહી છે.વેક્સિનેશન બાદ અનુભવાતા સામાન્ય લક્ષણો એ વાતના સંકેત આપે છે કે, રોગાણુ સામે લડવા માટે આપની ઇમ્યૂન સિસ્ટમ રિસપોન્સ આપી રહી છે અને તૈયાર થઇ રહી છે. જો વેક્સિનેશન બાદ વધુ સમય સુધી ગંભીર લક્ષણો જણાય જેવા કે બેભાન થઇ જવું. ત્વચામ પર રિએકશન જોવા મળવું તો ડોક્ટરની તરત જ સલાહ લેવી હિતાવહ છે.
કોવિડની વેક્સિન વાયરસથી સંપૂર્ણ સુરક્ષા નથી આપતી પરંતુ એક્સ્પર્ટના મત મુજબ વેક્સિન લીધા બાદ સંક્રમણના ચાન્સિસ બહુ ઘટી જાય છે. અને તેમ છતાં પણ જો સંક્રમણ લાગે તો તે જીવલેણ સાબિત થવાના ચાન્સ નહિ વત છે. આથી એક્સપર્ટ કોવિડથી થતાં વધુમાં વધુ નુકસાનથી બચવા માટે પણ વેક્સિન લેવાનો અનુરોધ કરે છે.
દેશમાં અત્યાર સુધી 23 કરોડ 27 લાખ 86 હજાર 482 ડોઝ અપાયા
દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના રસીના 13 લાખ 90 હજાર 916 ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીનો આંકડો 23 કરોડ 27 લાખ 86 હજાર 482 થઈ ગોય છે. આઈસીએમઆર (ICMR)એ જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 15 લાખ 87 હજાર 589 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 36 કરોડ 63 લાખ 34 હજાર 111 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.