અગસ્ટા વેસ્ટલેન્ડ: ક્રિશ્ચિયન મિશેલના રિમાંડ 7 દિવસ સુધી વધાર્યા, EDનો દાવો- મિશેલે ‘મિસિસ ગાંધી’નું નામ લીધું
નવી દિલ્હી: અગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કૉંર્ટે મિશેલની ઈડી રિમાંડ સાત દિવસ સુધી વધારી દીધી છે. ઇડીએ સાતના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે ઇડીના વકીલે કોર્ટમાં જાણકારી આપી છે કે મિશેલની પૂછપરછમાં તેણે ‘મિસિસ ગાંધી’નું નામ લીધું છે. પરંતું કયા સંદર્ભમાં નામ લીધું છે? તે જાણી શકાયું નથી.
EDના વકીલે કોર્ટને જણાવ્યું કે તપાસ પરથી લાગે છે કે આ ઓફિસિયલ સીક્રેટ એક્ટનો મામલો છે. મિશેલ પાસે ગુપ્ત જાણકારી હતી. વકીલે કહ્યું કે મિશેલ કોડનો ઉપયોગ કરી રહ્યો છે અને વકીલ દ્વારા મિશેલને શીખવવામાં આવી રહ્યું છે. પૂછપરછની જાણકારી લીક થઇ રહી છે. મની-ટ્રેલની તપાસ ચાલી રહી છે. જ્યારે મિશેલ ક્યાં-ક્યાં મીટિંગ કરતા હતા તેની તપાસ પણ ચાલી રહી છે.
ઇડીએ કોર્ટને જે દસ્તાવેજો આપ્યા છે તેમાં ‘સન ઓફ ઇટાલિયન લેડી’નો ઉલ્લેખ છે, જે વડાપ્રધાન પણ બની શકે છે. વકીલે કહ્યું કે અમે જાણકારી મેળવી લીધી છે કે મિશેલ ગ્લોબલ સર્વિસનો માલિક છે. તેણે પહેલા ઇનકાર કરી દીધું હતું પણ બાદમાં સ્વીકાર કર્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે મિશેલથી તેમનો વકીલ દૂરથી મળશે અને મુલાકાતનો સમય પણ 30 મિનિટથી ઘટાડીને સવાર-સાંજ 15-15 મિનિટ કરી નાખવામાં આવ્યો છે.
મિશેલ દ્વારા ‘મિસિસ ગાંધી’નું નામ લેવાના દાવા પર કૉંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા આરપીએન સિંહે કહ્યું કે. “મિશેલ પર એક પરિવારના નામ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.” તેમણે કહ્યું કે, મિશેલના નામથી જે નિવેદન લીક કરવામાં આવી રહ્યા છે. તે તમામ રાજકીય પ્રકારના છે. તપાસ હેલિકૉપ્ટર મામલે થઇ રહી છે અને વાત આગામી પીએમની થઇ રહી છે. બીજેપીના સ્ક્રિપ્ટ રાઇટર કામે લાગી ગયા છે. પરંતુ તે જણાવે કે ચોકીદાર શું છે? તેનો જવાબ શું છે.?