શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનના જોધપુરમાં ફાઇટર પ્લેન મિગ-27 તૂટી પડ્યું, બંન્ને પાયલટ સુરક્ષિત
નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 11:45 વાગ્યે મિગ-27 યુપીજી વિમાન તૂટી પડ્યું હતું. ટેકનિકલ ખામીના કારણે જોધપુરથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં ક્રેશ થયુ હતું. પાયલટને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રારંભિક રિપોર્ટમાં કોઇ નુકસાનના અહેવાલ નથી. કોર્ટ ઓફ ઇન્કવાયરી દુર્ઘટનાના કારણોની તપાસ કરશે.
આ અગાઉ માર્ચમાં બિકાનેરમાં મિગ-21 ક્રેશ થયું હતું. જોકે, આ દુર્ઘટનામાં પણ પાયલટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્સમાં વર્ષ 1963થી 1200 મિગ ફાઇટર પ્લેનને સામેલ કરવામાં આવ્યા છે. લગભગ પાંચ દાયકા જૂના આ ફાઇટર પ્લેન ક્રેશ થયાની ઘટના હવે સામાન્ય થઇ ગઇ છે. આ વિમાનોને બદલવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion