શોધખોળ કરો
Advertisement
અકાલી દળનો યૂ-ટર્ન, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPને સમર્થનની કરી જાહેરાત
આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે
નવી દિલ્હીઃ શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે બુધવાર પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે. અમારી પાર્ટીના 100 વર્ષ થવાના છે. અમને શીખ સંગતનું સમર્થન હાંસલ છે. ભાજપને સમર્થનની જાહેરાત કરતા સુખબીર બાદલે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ કરશે તેમ અમારી પંજાબ અને દિલ્હી એકમનું કામ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. તેમણે સમર્થન માટે અકાલી દળનો આભાર માન્યો હતો. આ અગાઉ અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો.
ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, હું શિરોમણી અકાલી દળનો આભાર માનું છું જેમણે દિલ્હી ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળની સાથે અમારું ગઠબંધન સૌથી જૂનું છે. અમે સુખબીર બાદલનો આભારી છું. પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, અમે ટિકિટ કે બેઠકને લઇને નહી પરંતુ નાગરિકતા સંશોધન કાયદાને લઇને આ નિર્ણય કર્યો છે. ગઠબંધન અગાઉની જેમ જ ચાલશે પરંતુ અમે દિલ્હીમાં ચૂંટણી લડીશું નહી.Shiromani Akali Dal Chief Sukhbir Singh Badal: The SAD-BJP alliance is not just a political alliance. It is bound by emotions, for peace, the future, and interests of Punjab and the country. There were some misunderstandings that have been sorted out. #Delhi pic.twitter.com/NBfnDK9s32
— ANI (@ANI) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement