શોધખોળ કરો

Demonetisation: શું દેશમાં ફરી આવશે નોટબંધી? અખિલેશ યાદવના એક ટ્વીટથી મચી ગયો હંગામો

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે.

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે, પછી તો 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને પણ હટાવવા માટે કહેશે અને પછી RBI દ્વારા જારી કરવામાં આવેલી દરેક નોટમાંથી પણ. પછી શું ભાજપવાળા વધુ એક નોટબંધી લઈને આવશે?

આ પહેલા અખિલેશ યાદવે બુધવારે દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'ઈન્ડિયા' માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે. યાદવે કહ્યું કે, "ઈન્ડિયાનો મતલબ છે બધાને સાથે લઈને ચાલવાનું છે. દરેકને સમૃદ્ધિના માર્ગ પર લાવવા માગીએ છીએ. આપણી મિશ્ર સંસ્કૃતિ, આપણા ભાઈચારાનો સંદેશ. ઈન્ડિયાનો અર્થ એ છે કે આપણે બધાને સાથે લઈને ચાલીશું. તો પછી ભાજપને આનાથી કઈ વાતનો ડર છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું,દેશમાં ભાજપની સરકાર 2014માં આવી, હવે અમે તેને 2024માં બહાર મોકલીશું. તેમણે આગળ કહ્યું કે, ગઠબંધનથી બીજેપી પુરી રીતે ડરેલી છે અને તેમને ઈન્ડિયા નામથી પરેશાની છે.  બુધવારે મેરઠ પહોંચેલા સપા પ્રમુખે સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્ન પર કહ્યું કે, મુખ્યમંત્રીને કંઈ ખબર નથી. આગ્રામાં મ્યુઝિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યું હતું કે ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. તાજમહેલ જોવા આવતા લોકોને આ મ્યુઝિયમના બહાને સમગ્ર ભારતની સંસ્કૃતિ વિશે જણાવવું જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે અગાઉની સપાની આગેવાનીવાળી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ઔરંગઝેબની યાદમાં આગ્રામાં મ્યુઝિયમ બનાવી રહી હતી, જ્યારે તેમની સરકાર છત્રપતિ મહારાજ શિવાજીની સ્મૃતિને જાળવી રાખવા માટે તે જ જિલ્લામાં એક મ્યુઝિયમ બનાવી રહી છે.  અખિલેશ યાદવે કહ્યું કે, વાસ્તવમાં ભાજપને એ વાતની ચિંતા છે કે આ વખતે જનતા નક્કી કરશે કે એક તરફ એવા લોકો હશે જેઓ ભારત અને ભારતના બંધારણને બચાવવા માગે છે અને બીજી તરફ એવા લોકો હશે જેઓ ભારતના સંવિધાનને નષ્ટ કરવા માગે છે. આવી સ્થિતિમાં જે લોકો બંધારણને ખતમ કરવા માંગે છે તેઓ ડરી ગયા છે અને ભયભીત લોકોની ભાષા બદલાતી રહે છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget