PIB Fact Check: રક્ષાબંધન અગાઉ સરકારે મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવાની કરી જાહેરાત? જાણો આ દાવાઓ પાછળનું સત્ય?
PIB Fact Check: આ વાયરલ દાવા પાછળની હકીકત પીઆઈબીએ તપાસી હતી
PIB Fact Check: કેન્દ્ર સરકાર મહિલાઓના વિકાસ અને ઉત્થાન માટે ઘણી મોટી યોજનાઓ ચલાવે છે, જેનો સીધો ફાયદો દેશની તમામ ઉંમરની મહિલાઓને થાય છે. પરંતુ ઘણી વખત આ સરકારી યોજનાઓના નામ જેવા જ નામો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવા લોકોને સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓનો લાભ બતાવીને પોતાનો શિકાર બનાવવામાં આવે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારે ‘લાડલી બહના યોજના’ હેઠળ મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
'Tnf Today' नामक फेसबुक पेज के एक वीडियो में दावा किया गया है कि 'लाडली बहना योजना' के तहत सभी महिलाओं को ₹3,000 प्रति माह मिलेंगे#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 17, 2023
🔸यह दावा फर्जी है
🔸केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/JP529cymZ9
Tnf Today નામના ફેસબુક પેજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે રક્ષાબંધન પહેલા મહિલાઓને મોટી ભેટ આપી છે. ‘લાડલી બહના યોજના’ હેઠળ દરેક મહિલાને દર મહિને 3000 રૂપિયા મળશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારે સંસદમાં આ યોજનાની જાહેરાત કરી છે. PIB Fact Check દ્ધારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું અને તેમાં પણ આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગ જેમ કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અથવા અન્ય કોઈપણ વિભાગ દ્વારા આવી કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. ફેસબુક પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને સંપૂર્ણપણે ખોટો છે.
દાવો ખોટો સાબિત થયો
સરકાર તરફથી આ વાયરલ વીડિયોની હકીકત તપાસતા પીઆઈબીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ‘લાડલી બહના યોજના’ નામની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
‘લાડલી બહના યોજના’ મધ્યપ્રદેશ સરકારની એક યોજના છે.
ઉલ્લેખનીય છે કે ‘લાડલી બહના યોજના’ મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે. મધ્યપ્રદેશ સરકારે મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ચૂંટણી અગાઉ બહેનોના ખાતામાં 5 હપ્તા પહોંચી જશે. રક્ષાબંધન નિમિત્તે આ રકમ 1000 રૂપિયાથી વધારીને 1250 રૂપિયા કરવાની ચર્ચા છે. યોજનાની શરૂઆતમાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે આ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવશે. શરૂઆતમાં 1000 રૂપિયા મળ્યા હતા. જો કે, આ યોજના માટે નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.