Mohammed Zubair Arrested: ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ
ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસના IFSO યુનિટ દ્વારા કલમ 153 અને 295A હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
Mohammed Zubair arrested: ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસના IFSO યુનિટ દ્વારા કલમ 153 અને 295A હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ ઝુબેર નુપૂર શર્મા વિવાદિત નિવેદન બાદ ચર્ચામાં આવ્યો હતો.
Alt News co-founder Mohammed Zubair arrested by Delhi police under sections 153/295 IPC. pic.twitter.com/oI9OqLA56X
— ANI (@ANI) June 27, 2022
ઝુબૈર વિરુદ્ધ આઈપીસીની કલમ 153a/295a હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, આ જ કેસની તપાસને કારણે આજે ઝુબૈરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે પૂરતા પુરાવાના આધારે ઝુબેરની ધરપકડ કરવામાં આવી છે. ઝુબેરને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
AltNewsના સહ-સ્થાપક પ્રતીક સિન્હાએ કહ્યું કે મોહમ્મદ ઝુબૈરને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 2020માં એક અલગ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ કેસમાં તેમને હાઈકોર્ટનું રક્ષણ મળ્યું છે. જો કે, આજે સાંજે 6:45 વાગ્યે અમને જાણ કરવામાં આવી હતી કે અન્ય કોઈ કેસમાં નોંધાયેલી એફઆઈઆરને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મોહમ્મદ ઝુબેરને આ મામલે કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. જે કલમોમાં તેની ધરપકડ કરવામાં આવી છે તેમાં નોટિસ આપવાની જોગવાઈ છે, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. અનેક વિનંતીઓ બાદ પણ અમને એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી લૂંટની ઘટના
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટારુઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય એમ એક બાદ એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઓઢવ વિસ્તારમાં પીએમ આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટની ઘટના હજી તાજી છે, ત્યાં ઓઢવ વિસ્તારમાં બીજી લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે.
ઓઢવમાં 15 લાખની લૂંટ
ઓઢવ વિસ્તારમાં જાણે લૂંટારુઓને મોકળું મેદાન માળો ગયું હોય એમ 10 દિવસના ટૂંકા ગાળામાં લખો રૂપિયાની લૂંટની બે-બે ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી મુજબ આજે 27 જૂને ઓઢવમાં લૂંટારુઓએ 15 લાખ રૂપિયાની લૂંટ કરી છે. આ લૂંટની ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 2 લૂંટારુઓએ એક કારને રોકી હતી અને અન્ય બે લૂંટારુઓ કારચાલકના 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.
ઓઢવમાં આંગડિયા પેઢીમાં 53 લાખની લૂંટ થઇ હતી
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગત 17 જૂને ધોળા દિવસે 53 લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. પીએમ આંગડીયા પેઢીમાં ઘુસી લૂંટારુઓએ ચપ્પુ અને બંદૂકના જોરે રૂપિયા 53 લાખની લૂંટ કરી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 17 જૂને પીએમ આંગડિયા પેઢીના 53 લાખની લૂંટના પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર ચાર ઇસમોની કારતુસ અને રૂપિયા રૂ.19,32,850 સાથે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાંથી ઝડપી પાડયા છે.