(Source: ECI/ABP News/ABP Majha)
આજથી India Gate પર નહીં, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલય થશે 50 વર્ષથી પ્રજ્વલિત Amar Jawan Jyotiનુ, જાણો વિગતે
અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા.
Amar Jawan Jyoti News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં ઇન્ડિયા ગેટ (India Gate) પર છેલ્લા 50 વર્ષથી સળગી રહેલી અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti)નુ આજથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર સળગી રહેલી લૉમાં વિલય કરવામાં આવશે. સેના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી.
પીએમ મોદીએ કર્યુ હતુ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનુ ઉદઘાટન
સેનાના અધિકારીઓએ બતાવ્યુ કે અમર જવાન જ્યોતિનુ શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સળગી રહેલી લૌમાં વિલય કરવામાં આવશે. જોકે ઇન્ડિયા ગેટની બીજી બાજુ માત્ર 400 મીટરની દુર પર આવેલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2019એ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનુ ઉદઘાટન કર્યુ હતુ, જ્યાં 25,942 સૈનિકોના નામ સ્વર્ણ અક્ષરોમાં લખાયેલા છે.
આ વીર શહીદોનુ અપમાન - કોંગ્રેસ
કોંગ્રેસે આ ફેંસલાને દુઃખદ ગણાવ્યુ છે. કોંગ્રેસ નેતા લલાજી દેસાઇએ ટ્વીટ કરીને કહ્યું કે, - ઇન્ડિયા ગેટ પર પ્રજ્વલિત અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલય કરવુ અત્યંત દુઃખદ છે. આ તે વીર શહીદોનુ અપમાન છે જે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા.
અમર જવાન જ્યોતિ વિશે જાણો...
અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, અને બાંગ્લાદેશનુ ગઠન થયુ હતુ. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 26 જાન્યુઆરી 1972એ આનુ ઉદઘાટન કર્યુ હતુ.
આ પણ વાંચો.......
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ
જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ