Amit Shah: ...તો દંગાખોરોને ઉંધા લટકાવીને સીધા કરી નાખીશું, અમિત શાહની ખુલ્લી ચેતવણી
Amit Shah Rally: કેન્દ્રીય મંત્રી અમિત શાહ નવાદા જિલ્લાના હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જાહેર સભા કરવા પહોંચ્યા હતા. મંચ પર પહોંચીને તેમણે સૌપ્રથમ સમ્રાટ અશોકના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Amit Shah Rally in Nawada : કેન્દ્રીય મંત્રી અમિત શાહે બિહારમાં ભડકેલી હિંસાને લઈને આકરૂ વલણ દાખવ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી બિહારમાં ભાજપને તમામ 40 બેઠકો પર જીત અપાવો પછી 2025ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપને સંપૂર્ણ બહુમતી આપો. ત્યાર બાદ ઉંધા લટકેલા તોફાનીને સીધા કરવાની કામગીરી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નવાદા જિલ્લાના હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જાહેર સભા કરવા પહોંચ્યા હતા. મંચ પર પહોંચીને તેમણે સૌપ્રથમ સમ્રાટ અશોકના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મંચ પર પહોંચતા જ પાર્ટીના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
અમિત શાહે કહ્યું હતું કે, જે રીતે ભીડ એકઠી થઈ છે તે દર્શાવે છે કે બિહારમાં બીજેપીને ફરી સફળતા મળશે. આજે બિહારમાં બનેલી સિસ્ટમથી દરેક વ્યક્તિ પરિચિત છે. અમિત શાહે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, બિહારમાં જે સરકારમાં જંગલ રાજની પ્રણેતા આરજેડી સામેલ છે તેમાં શાંતિ લાવી શકાય નહીં. હવે નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે. અમિત શાહે નીતિશ કુમાર સરકારને વચનો તોડનારી સરકાર ગણાવી હતી.
આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સુશીલ કુમાર મોદીએ સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાસારામમાં પણ અમિત શાહની બેઠક યોજાવાની છે. પરંતુ હમણાં જ ત્યાં જાણી જોઈને હંગામો મચાવવામાં આવ્યો હતો, જેના કારણે સભા સ્થગિત કરવી પડી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહારશરીફ થઈને નાલંદા પહોંચ્યા છે, જ્યાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. તેમણે એમ પણ કહ્યું- 'હવે સીએમ નીતિશ કુમાર માટે બીજેપીનો રસ્તો હંમેશા માટે બંધ થઈ ગયો છે. તેણે હવે લાલુ પ્રસાદના ખોળામાં રહેવું છે, ત્યાં જ મરવું પડશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારને લઈને ખૂબ જ સક્રિય છે. તેઓ છેલ્લા 6 મહિનામાં પાંચમી વખત બિહારના પ્રવાસે છે. બિહાર પ્રવાસના પહેલા દિવસે અમિત શાહે શનિવારે મોડી સાંજે પટનામાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. જણાવવામાં આવ્યું છે કે, આ બેઠકમાં અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રવિવારે બપોરે નવાદા જિલ્લાના હિસુઆ જવા રવાના થશે, જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધશે.
અમિત શાહ હિસુઆ શહેરમાં સ્થિત ઇન્ટર સ્કૂલમાં વિશાળ જનસભાને સંબોધશે. કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પાર્ટીના દાવા મુજબ રેલીમાં એક લાખ કાર્યકરો આવવાની આશા છે. વિવિધ ગામોના લોકો સુધી પહોંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. સ્ટેજ પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ, નિત્યાનંદ રાય અને પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને સ્ટેજ પરના મુખ્ય પોસ્ટરમાં સ્થાન મળ્યું છે.
અમિત શાહની સાસારામની મુલાકાત રદ્દ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ રોહતાસ જિલ્લાના સાસારામની મુલાકાત લેવાના હતા. પરંતુ રામનવમીના તહેવાર દરમિયાન અથડામણને પગલે કલમ 144 લાગુ થવાને કારણે સાસારામની મુલાકાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નવાદાથી માંડ 40 કિમી દૂર આવેલા મુખ્યમંત્રી નીતિશ કુમારનો ગૃહ જિલ્લો બિહાર શરીફ પણ સાંપ્રદાયિક તણાવથી પ્રભાવિત છે. રમખાણગ્રસ્ત બંને શહેરોમાં અત્યાર સુધીમાં કુલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
SSPની પટના ફ્રન્ટિયરની સૂચિત મુલાકાત રદ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રવિવારે સશસ્ત્ર સીમા બલ (SSB)ની પટણા સરહદની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. અહેવાલ છે કે અમિત શાહ જે સમારંભમાં SSB ની નવ સંસ્થાઓને જનતાને સમર્પિત કરવાના હતા અને પટના ફ્રન્ટિયરની નવી ઇમારતનું 'ભૂમિપૂજન' કરવાના હતા તે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે.