શોધખોળ કરો
કપિલ સિબ્બલે શાહ પર કર્યો પલટવાર, કહ્યું- ‘હવે તડીપાર અમને બતાવશે કોના મૂળમાં છે ખોટ’

નવી દિલ્લી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પલટવાર કર્યો છે. કપિલ સિબ્બલે કહ્યું છે કે જે લોકો ગુનેગાર છે તે અમને શીખવાડશે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જેના વિરુદ્ધ હત્યાનો કેસ છે તેવા લોકો અમારા મૂળમાં ખોટ કાઢી રહ્યા છે? હવે તડીપાર લોકો અમને બતાવશે કે અમારે શું કહેવું જોઈએ? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બીજેપી આટલે સુધી હદ વટાવશે. અમિત શાહના ‘રાહુલના મૂળમાં ખોટ’ વાળા નિવેદન પર ભડકેલા કપિલ સિબ્બલ આટલે રોકાયા નહોતા. તેમને કહ્યું મેં તે વિચાર્યું હતું કે 2014માં નવી સરકાર આવી છે, તેને શાસનનો અનુભવ નથી. પરંતુ આજે ખબર પડી કે તેમને (અમિત શાહ) નિવેદનબાજીનો પણ અનુભવ નથી. તેમને વધુમાં કહ્યું કે, નેહરૂ અને તે લોકોએ દેશને આઝાદી અપાવી, તેવા લોકો પર ઈશારા કરી રહ્યા છે કે તેમાં ખોટ છે. શું ઈંદિરાજીમાં ખોટ હતી? ઈંદિરાજીની તો ખુદ બીજેપીના અટલજીએ પણ પ્રશંસા કરી હતી. આ નિવેદનબાજી થઈ રહી છે. આ મુદ્દા પર મોદીજી પોતે નિવેદન આપે. પોતાના અધ્યક્ષને કહે કે આવી નિવેદનબાજી બરોબર નથી.
વધુ વાંચો























