TMC નેતા કીર્તિ આઝાદે દાવો કર્યો છે કે 7-8 બળવાખોર સાંસદો પર NDA માં જોડાવા માટે ભારે દબાણ છે, અને તેમના પરિવારોને ધમકાવવામાં આવી રહ્યા છે. આ સાંસદો NDA માં જવા માંગતા નથી.
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
અબુ તાહેર ખાન સહિત 3 સાંસદો NDA ની બેઠકથી દૂર રહ્યા; પરિવારને ધમકીઓ મળતી હોવાનો અને ઘણા નેતાઓ મમતા બેનર્જીના સંપર્કમાં હોવાનો TMC નો સનસનીખેજ દાવો.

- ટીએમસી નેતા કીર્તિ આઝાદ: બળવાખોર સાંસદો પર ભારે દબાણ.
- અબુ તાહેર ખાને ભાજપમાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
- ઘોષ: અનેક બળવાખોર નેતાઓ ટીએમસીમાં પાછા ફરવા ઈચ્છે છે.
TMC rebel MPs news: મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ગયેલા બળવાખોર સાંસદોને લઈને હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. TMC નેતા કીર્તિ આઝાદે એક ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે કે, જે સાંસદો પાર્ટી છોડીને ગયા છે તેમાંથી 7 થી 8 સાંસદો એવા છે જેમના પર NDA ગઠબંધનમાં જોડાવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ સાંસદો NDA માં જવા માંગતા જ નથી, પરંતુ તેમના પરિવારોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ TMC દ્વારા લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ બળવાખોર સાંસદ અબુ તાહેર ખાનના નિવેદન બાદ આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ સમગ્ર રાજકીય ઉથલપાથલ વચ્ચે કીર્તિ આઝાદે NCPI પાર્ટી વિશે વાત કરતા સ્પષ્ટ કર્યું કે, "NCPI એ કોઈ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ નથી. તેમની પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી સ્પીકર પણ આ અંગે કોઈ ઠોસ નિર્ણય લઈ શકે તેમ નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ 7-8 સાંસદોની સ્થિતિ હજુ પણ ડામાડોળ છે. તેઓ મનથી NDA માં જવા નથી માંગતા, પરંતુ તેમની પર દબાણ છે અને આ હકીકત સૌ કોઈ જાણે છે. આઝાદે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે TMC ફરીથી મજબૂતીથી ઉભરી રહી છે અને મમતા બેનર્જી જ તેમના સર્વમાન્ય નેતા છે.
બીજી તરફ, અબુ તાહેર ખાનના એક નિવેદનથી રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે એટલે કે 4 ઓગસ્ટના રોજ NDA સાથી પક્ષોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં NCPI ના ત્રણ સાંસદો - ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન અને યુસુફ પઠાણ ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે, અગાઉ 28 જૂનના રોજ યોજાયેલી NDA ની સંસદીય પક્ષની પહેલી મિલન બેઠકથી પણ આ ત્રણેય નેતાઓએ અંતર જાળવ્યું હતું.
આ પણ વાંચોઃ "તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
ન્યૂઝ એજન્સી PTI ના રિપોર્ટ અનુસાર, સંસદ ભવન સંકુલમાં મીડિયા સાથે વાતચીત કરતા અબુ તાહેર ખાને સ્પષ્ટતા કરી હતી કે, "અમે લોકો NDA ની સાથે નથી અને ભવિષ્યમાં BJP માં પણ જોડાવાના નથી, એ વાતની ખાતરી રાખજો. આજે NDA ની બેઠક હતી અને અમે ત્રણેય તેમાં ગયા ન હતા. જોકે, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા બોલાવવામાં આવતી બેઠકોમાં અમે ચોક્કસ જઈશું, કારણ કે તે અમારા વિસ્તારના વિકાસ કાર્યોને લગતી હોય છે. બાકી, અમે મુસ્લિમો વિરુદ્ધ લેવાતા કોઈપણ પગલાં કે કાર્યવાહીને ક્યારેય સમર્થન નહીં આપીએ."
VIDEO | TMC leader Kirti Azad (@KirtiAzaad) says, "See, NCPI is nothing, it is an unrecognised political party, that is why Speaker is not able to make the decision, because there are no documents, there are 7-8 (MPs) of them, who are still unsure, don't want to go to that… pic.twitter.com/vg5pG8mpYO
— Press Trust of India (@PTI_News) August 5, 2026
આ કડીમાં TMC ના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે પણ એક મોટો દાવો કરીને રાજકીય પારો ઊંચે લાવી દીધો છે. તેમના જણાવ્યા અનુસાર, ઘણા બળવાખોર સાંસદો અને ધારાસભ્યો હવે ઘરવાપસી કરવા એટલે કે TMC માં પાછા ફરવા માંગે છે. તેમણે દાવો કર્યો કે આવા અનેક નેતાઓ હાલ સીધા મમતા બેનર્જીના સંપર્કમાં છે. આ સાથે જ તેમણે BJP પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર બળવાખોર સાંસદોને ડરાવવા અને ધમકાવવા માટે પોલીસ તથા અન્ય તપાસ એજન્સીઓનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહી છે.
આ પણ વાંચોઃ બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
Frequently Asked Questions
TMC એ બળવાખોર સાંસદો વિશે શું મુખ્ય આરોપ લગાવ્યો છે?
તાજેતરની NDA બેઠકોમાંથી કયા સાંસદો ગેરહાજર રહ્યા હતા?
અબુ તાહેર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણ 4 ઓગસ્ટ અને 28 જૂનના રોજ યોજાયેલી NDA ની બેઠકોમાંથી ગેરહાજર રહ્યા હતા.
NDA અને BJP અંગે અબુ તાહેર ખાનનું શું વલણ હતું?
અબુ તાહેર ખાને સ્પષ્ટ કર્યું કે તેઓ NDA સાથે નથી અને ભવિષ્યમાં BJP માં પણ જોડાશે નહીં. તેમણે જણાવ્યું કે તેઓ ફક્ત વિકાસ કાર્યો સંબંધિત મુખ્યમંત્રીની બેઠકોમાં જ હાજરી આપશે.
કીર્તિ આઝાદ મુજબ NCPI ની સ્થિતિ શું છે?
કીર્તિ આઝાદે સ્પષ્ટ કર્યું કે NCPI કોઈ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ નથી. તેમની પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી સ્પીકર પણ કોઈ ઠોસ નિર્ણય લઈ શકતા નથી.






















