શોધખોળ કરો
Advertisement
રિટાયર થયા આર્મી ચીફ બિપિન રાવત, બોલ્યા- હવે નવા સેના પ્રમુખ કરશે કાર્યવાહી
સરકારે શનિવારે જ સીડીએસ પદ માટે આર્મી રુલ્સમાં ફેરફાર કરતા બિપિન રાવતને નવા સીડીએસ બનાવ્યા હતા. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે
નવી દિલ્હીઃ પાકિસ્તાની વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક અને ડોકલામ વિવાદમાં ચીનને પટખની આપનારા જનરલ બિપિન રાવત આજે સેના પ્રમુખના પદ પરથી રિયાયર થઇ ગયા છે. બિપિન રાવતે આજે દિલ્હીમાં વૉર મેમૉરિયલ જઇને શ્રદ્ધાંજલિ પણ આપી. બાદમાં બિપિન રાવતને સાઉથમાં બ્લૉકમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ.
બિપિન રાવતે કહ્યું કે હવે નવા સેના પ્રમુખ કાર્યવાહી કરશે, ખાસ વાત છે કે, બિપિન રાવતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ પણ આપવામાં આવ્યુ છે, તે કાલથી પદભાર સંભાળશે.
બિપિન રાવતે કહ્યું કે હું ભારતીય સેના અને બધા અધિકારીઓને અભિનંદન પાઠવુ છુ, તેમના સહયોગના કારણે હુ સફળતાપૂર્વક કાર્યકાળ પુરો કરી શક્યો. હું તેમના પરિવારજનોને, વીર નારીઓ અને માતાઓને નવા વર્ષનુ ખુબ ખુબ શુભેચ્છાઓ પાછવુ છુ.
નોંધનીય છે કે, 65 વર્ષની ઉંમરમાં હવે બિપિન રાવત દેશના ચીફ ઓફ ડિફેન્સનુ પદભાર સંભળાશે. સરકારે શનિવારે જ સીડીએસ પદ માટે આર્મી રુલ્સમાં ફેરફાર કરતા બિપિન રાવતને નવા સીડીએસ બનાવ્યા હતા. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.Delhi: India’s first Chief of Defence Staff General Bipin Rawat receives his farewell Guard of Honour as the Army Chief at South Block. pic.twitter.com/bfpsdbbK1K
— ANI (@ANI) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement