શોધખોળ કરો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે AAP ની હારનું સૌથી મોટું કારણ જણાવ્યું, કહ્યું- કેજરીવાલે...

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એક મોટી ભૂલ હતી, જેની પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડી હતી.

પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કેજરીવાલના બદલાતા રાજકીય નિર્ણયો, જેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનો તેમનો નિર્ણય પરંતુ દિલ્હીની ચૂંટણી એકલા લડવાનું આયોજન, તેણે આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનમાં વધુ ફાળો આપ્યો.

10 વર્ષ સત્તા વિરોધી લહેર 

દિલ્હીમાં AAPની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર  કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

દિલ્હીની સત્તામાં ભાજપની શાનદાર વાપસી

વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને ભાજપે 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સત્તામાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટી, જેણે 2020 માં 62 અને 2015 માં 67 વિધાનસભા બેઠકો જીતી હતી તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. કોંગ્રેસને રાજધાનીમાં સતત ત્રીજી વખત એકપણ બેઠક મળી નથી.

પ્રશાંત કિશોરે કેજરીવાલના અસંગત રાજકીય નિર્ણયોને પણ મતદારોના મોહભંગનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવાના અને પછી તેમાંથી ખસી જવાના તેમના નિર્ણયથી પણ તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. વધુમાં, તાજેતરના વર્ષોમાં તેમનું શાસન નબળું રહ્યું છે.

કેજરીવાલનું શાસન મોડલ ઘણું નબળું છે

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા  સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે,  લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર  કરે છે અને કેજરીવાલના શાસન મોડલને  નબળું પાડે છે.

ગુજરાતમાં તક મળી શકે છે

જો કે, તેમણે સૂચન કર્યું કે આ કેજરીવાલ માટે દિલ્હીથી આગળ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પરિસ્થિતિના બે પાસાં છે. જો કે AAP માટે દિલ્હીમાં રાજકીય વર્ચસ્વ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હશે, કેજરીવાલ હવે શાસનની ફરજોમાંથી મુક્ત છે. તેઓ આ વખતે ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પાર્ટીની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે લાભ ઉઠાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

'ભગવંત માનને હટાવી પંજાબના CM બનવા માંગે છે અરવિંદ કેજરીવાલ', BJP નેતાનો મોટો દાવો

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget