શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નોટબંધીના વિરોધમાં મેરઠ, લખનઉ અને વારાણસીમાં રેલીઓ કરશે કેજરીવાલ
નવી દિલ્લી: નવી દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેરઠ, લખનઉ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં રેલીઓ યોજી નોટબંધીની વિરૂધ્ધમાં લડાઈ કરવાની તૈયારીઓ બનાવી છે. કેજરીવાલે કહ્યું તેનું સર્મથન કરવું રાષ્ટ્રવિરોધી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં આ પ્રકારની રેલી યોજવાનું મન બનાવ્યું છે. યૂપી અને પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા દીપક વાજપેયીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કેજરીવાલ મેરઠ, વારાણસી અને લખનઉમાં ક્રમશ એક, આઠ અને 18 ડિસેમ્બરના રેલીઓને સંબોધન કરશે. કેજરીવાલે મોદી સરકારને નોટબંધીનો નિર્મય પાછો લેવા માટે ગુરૂવારે કેંદ્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું તે પશ્ર્શિમ બંગાળના મુખ્યમંત્રા મમતા બેનરજી સાથે વાતચીત કર્યા બાદ પોતાના આગામી પગલાઓ નક્કી કરશે.
કેજરીવાલે કહ્યું નોટબંધીના નિર્ણયનું વર્તમાન સમયમાં સર્મથન કરવું રાષ્ટ્રવિરેધી છે. આ આઠ લાખ કરોડ રૂપિયાનો ભારતના ઈતિહાસમાં આજ સુધીનો સૌથી મોટો ગોટાળો છે.
કેજરીવાલે કહ્યું હુ ખૂબ જ દુખી છું કારણ કે વિત્ત મંત્રીએ આના પર સમીક્ષા કરવા અને નિર્ણય પાછો લેવા પર વિચાર કરવા પર મનાઈ કરી દિધી છે. લોકો પાસેથી મોદી સરકારનો સંપર્ક તુટી ગયો છે, અને આ ખૂબ જ અસંવેદનશીલ બની ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion