શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓવૈસીએ નરેન્દ્ર મોદી પર લગાવ્યો શું મોટો આરોપ ? મસ્જિદમાં નમાઝ પઢવા જનારાંને શું કહ્યું?
ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલય દેશને બતાવે કે ભારત અને ચીન સીમા વિવાદ પર શું વાતચીત ચાલી રહી છે. અનલૉક–1ના ભાગ-2માં નમાજીઓ માટે આપવામાં આવનારી છૂટ પર પણ ઓવૈસીએ પોતાનો મત આપ્યો.
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, દેશમાં હાલની સ્થિતિ માટે પ્રધાનમંત્રી જવાબદાર છે અને કોરોના વાયરસને ફેલાવતો રોકવામાં મોદીજી નિષ્ફળ રહ્યાં છે.
વધુમાં AIMIM પ્રમુખે કહ્યું હતુ કે, તાળીઓ, થાળી અને દીવો પ્રગટાવવાથી કંઈ નહીં થાય. મોદીજી પાસે કોઈ આશા ના રાખો. લોકડાઉન પૂર્ણ રીતે આયોજિત હતું. ત્યાર બાદ લાગુ કરવામાં આવ્યું જ્યારે સંક્રમણોની સંખ્યા ફક્ત 500 હતી અને હવે તો એ લાખોમાં પહોંચી ગઈ છે. તેંલગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં ઔવેસીએ લોકડાઉનને ગેરબંધારણીય કહી દીધું હતું.
વિરોધીઓ અને ખાસ કરીને બીજેપી અને મોદી પર આરોપ લગાવવાની કોઈ પણ તક નહીં છોડનાર હૈદરાબાદના સાસંદે કહ્યું હતું કે, લોકડાઉનમાં હવે છૂટ આપવામાં આવી રહી છે જ્યારે મજૂરો પોત-પોતાના રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. સાંસદે ટ્રેનોમાં 85 મજૂરોની મોત પર સવાલો ઉઠાવ્યા હતાં.
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારથી અનલોક-1ની શરૂઆત થઈ ત્યારથી સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક જૂનથી 9 જૂન સુધી આ નવ દિવસમાં કોરોનાના કેસ લગભગ 85 હજાર વધી ગયા છે.
ઓવૈસીએ પૂછ્યું હતું કે, ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલય દેશને બતાવે કે ભારત અને ચીન સીમા વિવાદ પર શું વાતચીત ચાલી રહી છે. બીજેપીના બહાનાને લઈને અસદુદ્દીનને RSSની મૌન પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ યાદ અપાવ્યું હતું કે જ્યારે પણ પહાડો પર બરફ પીગળે છે ત્યારે ચીન ભારતીય સીમામાં દખલગીરીની નાકામ કોશિશ પર ઉતરી આવે છે.
અનલૉક–1ના ભાગ-2માં નમાજીઓ માટે આપવામાં આવનારી છૂટ પર પણ ઓવૈસીએ પોતાનો મત આપ્યો. ઓવૈસીની અપીલ છે કે, 65 વર્ષની ઉપર અને 12 વર્ષથી નાના લોકો મસ્જિદમાં આવવાથી બચે. મસ્જિદોમાં શૌચાલયનો ઉપયોગ ના કરો અને નમાઝ પઢવા માટે હાથ-મોહ અને પગ ધોઈને ઘરેથી આવો. મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટેસિંગની પણ અપીલ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion