શોધખોળ કરો

Lok Sabha: પવનસિંહની જગ્યાએ ભાજપ આ રૂપસુંદરી હીરોઇનને ઉતારશે મેદાનમાં, આસનસોલ માટે બીજેપીનું નવું પ્લાનિંગ

અક્ષરાસિંહ પણ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે. ગયા વર્ષે તે પ્રશાંત કિશોરના જન સૂરજ અભિયાન સાથે પણ જોડાયેલી હતી

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે (2 માર્ચ) ના રોજ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર પવનસિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેના એક દિવસ પછી એટલે કે રવિવારે (3 માર્ચ) પવનસિંહે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ અંગત કારણોસર ચૂંટણી નહીં લડે.

આ દરમિયાન એવી ચર્ચા છે કે ભાજપ આસનસોલથી પવનસિંહના સ્થાને મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. આ મહિલા ઉમેદવાર ભોજપુરી ફિલ્મોની હિરોઈન હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ઝડપથી ફેલાઈ રહી છે. એવી શક્યતા છે કે હવે ભાજપ આસનસોલથી શત્રુઘ્નસિંહા સામે ભોજપુરી હિરોઈન અક્ષરાસિંહને મેદાનમાં ઉતારી શકે છે. અક્ષરાસિંહ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તે બિહારની સાથે અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

જન સુરાજ અભિયાન સાથે જોડાયેલી હતી અક્ષરાસિંહ 
અક્ષરાસિંહ પણ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે. ગયા વર્ષે તે પ્રશાંત કિશોરના જન સૂરજ અભિયાન સાથે પણ જોડાયેલી હતી. જો કે હવે પવનસિંહની ટિકિટ કપાઈ ગઈ છે ત્યારે એવી ચર્ચા છે કે અક્ષરાસિંહ ભાજપની પસંદ હોઈ શકે છે. જો કે સવાલ એ છે કે ભાજપ આસનસોલમાંથી ભોજપુરી સ્ટારને ટિકિટ કેમ આપવા માંગે છે?

આસાનસોલના રાજકીય સમીકરણ 
વાસ્તવમાં આસનસોલના રાજકીય સમીકરણમાં બિહારી મતદારોની મહત્વની ભૂમિકા છે. આસનસોલમાં બિન-બંગાળી મતદારો લગભગ 5 ટકા છે. તેમાંથી મોટાભાગના લોકો મૂળ બિહાર અને ઝારખંડના રહેવાસી છે. આ લોકો કોલસાની ખાણો અને સ્ટીલના કારખાનાઓમાં કામ કરે છે.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની મોટી કલાકાર છે અક્ષરાસિંહ 
વળી, પવનસિંહ સાથે જોડાયેલા વિવાદોને બાજુ પર રાખીને અક્ષરાસિંહની છબી સ્વચ્છ છે. એટલું જ નહીં, તે હાલમાં ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી હિરોઈન છે. તે છેલ્લા દસ વર્ષથી ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અક્ષરાએ એક ડઝનથી વધુ ભોજપુરી હિટ ફિલ્મો આપી છે. અક્ષરાસિંહના સ્ટેજ શોમાં ભારે ભીડ જામી રહી છે.

ટિકીટ મળ્યા બાદ ટ્રૉલ થયો પવનસિંહ 
પવનસિંહને ટિકિટ મળ્યાને અડધો કલાક પણ ન હતો કે પવનસિંહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. તેની ભોજપુરી ફિલ્મોના પોસ્ટર શેર થવા લાગ્યા. પવનસિંહની ફિલ્મોને મહિલાઓ માટે અપમાનજનક અને અશ્લીલ ગણાવીને ભાજપ વિરોધી પક્ષોએ પોસ્ટરો દ્વારા મુદ્દાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતુ.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારણે પવનસિંહે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવી પડી હતી. ભાજપ ઇચ્છતો ન હતો કે પાર્ટી તરફથી એવો સંદેશ જાય કે તેમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી છે. આથી પવનસિંહે પોતે અંગત કારણોને ટાંકીને સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. પવનસિંહની આ સોશિયલ મીડિયા પોસ્ટ જંગલની આગની જેમ ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં ભાજપ વિરોધી પક્ષોને હુમલો કરવાની તક મળી ગઈ હતી.

ભાજપે પ્રથમ યાદીમાં આ 6 ફિલ્મ સ્ટાર્સને આપી લોકસભાની ટિકિટ

આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 2 માર્ચે બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. આ ઉમેદવારોમાં કેટલાક અભિનેતાઓ પણ છે, જેમને ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.

ગોરખપુરથી રવિ કિશનઃ બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશનને આગામી લોકસભા ચૂંટણી માટે ફરી ગોરખપુરથી તક આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રવિ કિશન હાલમાં આ લોકસભા સીટ પરથી સાંસદ છે.

આઝમગઢથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' : ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને આઝમગઢથી તક આપવામાં આવી છે. નિરહુઆ હાલમાં આઝમગઢથી જ સાંસદ છે. તમને જણાવી દઈએ કે 2019ની ચૂંટણીમાં નિરહુઆનો સામનો પૂર્વ સીએમ અખિલેશ યાદવ સામે હતો, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ધર્મેન્દ્ર યાદવને હરાવીને આ બેઠક કબજે કરી હતી.

આસનસોલથી પવન સિંહઃ ભોજપુરી ફિલ્મોના અન્ય સ્ટાર પવન સિંહને પણ ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પવન સિંહને પશ્ચિમ બંગાળના આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પવન સિંહ પહેલીવાર રાજકારણમાં આવ્યા હતા. લિસ્ટમાં પોતાનું નામ હોવા પર ખુશી વ્યક્ત કરતા પવન સિંહે એમ પણ કહ્યું છે કે તેમને આસનસોલના લોકો પર પૂરો વિશ્વાસ છે કે તેમને તેમના આશીર્વાદ ચોક્કસ મળશે. જોકે, એક દિવસ બાદ પવનસિહે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી

હુગલીથી લોકેટ ચેટર્જીઃ ભાજપે ફરીથી લોકેટ ચેટરજીને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર હુગલીમાંથી ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકેટ ચેટર્જી અહીંના વર્તમાન સાંસદ છે. લોકેટ ચેટર્જી શાસ્ત્રીય નૃત્યાંગના અને બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે.

ઉત્તર-પૂર્વ દિલ્હી મનોજ તિવારી: ભાજપે ફરી એકવાર ભોજપુરી સ્ટાર અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.

ત્રિશૂરથી સુરેશ ગોપીઃ તમિલ, તેલુગુ અને ખાસ કરીને મલયાલમ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા સુરેશ ગોપીને કેરળના ત્રિશૂરથી ભાજપે તક આપી છે. તમને જણાવી દઈએ કે સુરેશ ગોપી સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Embed widget