શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપ શાસિત આ રાજ્યએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો, દારૂ પર ડ્યૂટી 25% ઘટાડી
સર્બાનંદ સોનેવાલના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તાની ખુરશી પોતાની પાસે રાખવા માગે છે.
ગૌહાટીઃ એક બાજુ જ્યાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આસામ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આસામની સર્બનંદ સોનેવાલે સરકારે આજે કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ ડીઝળની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દારૂ પર 25% ડ્યૂટી ઘટાડવામાં આવી છે. નવા દર અને ટેક્સ આજે રાત્રે 12 કલાકથી લાગુ થશે.
આસામના નાણા મંત્રી હેમંતા વિશ્વાસર્માએ આજે વિધાનસભામાં નવા દરની જાહેરાત કરી છે. આસામમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી થવાની છે. સર્બાનંદ સોનેવાલના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તાની ખુરશી પોતાની પાસે રાખવા માગે છે.
જણાવીએ કે, વિતેલા વર્ષે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં રેકોર્ડ ઘટાડો થવાં છતા આસામ સરાકેર કોરોના મહામારી પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો. વિતેલા વર્ષે એપ્રિલ મહિનામાં આસામમાં પેટ્રોલ 5.85 રૂપિયા અને ડીઝલ પર 5.43 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો.
એ દરમિયાન પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, એક વખત જ્યારે કોરોના ખત્મ થઈ જશે ત્યારે કિંમતની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારે તે સમયે કિંમતમાં વધારવા પાછળ રાજસ્વમાં નુકસાનનું કારણ આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion