Ram Mandir: અયોધ્યામાં આજે મુકવામાં આવશે રામ મંદિરના ગર્ભગૃહની આધારશિલા, સીએમ યોગી સહિત આ હસ્તીઓ રહેશે હાજર
રામ મંદિરના ચબુતરાનુ નિર્માણનુ કામ પુરુ થવાની સાથે જ હવે તમામ નજર રામ મંદિરના ગર્ભગૃહ પર ટકેલી છે.
Ayodhya Ram Mandir News: ઉત્તરપ્રેદશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણનુ કામ ઝડપથી ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણના પહેલા તબક્કામાં ચબુતરાનુ કામ પુરુ થઇ જશે. ત્યારબાદ હવે મંદિરના બીજા તબક્કાની શરૂઆત થવા જઇ રહી છે. જે અંતર્ગત ગર્ભગૃહના નિર્માણનુ કાર્ય શરૂ કરવામાં આવશે. અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણના બીજા તબક્કાનુ કાર્ય શરૂ થશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના ગર્ભગૃહની આધારશિલા મુકશે.
રામ મંદિરના ચબુતરાનુ નિર્માણનુ કામ પુરુ થવાની સાથે જ હવે તમામ નજર રામ મંદિરના ગર્ભગૃહ પર ટકેલી છે. સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહની આધારશિલામાં પહેલો પથ્થર મુકશે. જેની સાથે જ ગર્ભગૃહનુ કામ શરૂ થઇ જશે. આ દરમિયાન વૈદિક મંત્રોચ્ચારણ કરવાની સાથે જ વિધિવત પૂજા કરવામાં આવશે.
ડિસેમ્બર 2023 સુધી પુરુ થઇ જશે ગર્ભગૃહનુ કામ -
મુખ્ય રામ મંદિરના ગર્ભગૃહ નિર્માણની આધારશિલાના કાર્યક્રમમાં સીએમ યોગી, ઉપ મુખ્યમંત્રી કૈશવ પ્રસાદ મૌર્યા, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રા ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, મહમંત્રી ચંપત રાય સહિતના લગભગ 250 સાધુ સંત અને રાજકીય હસ્તીઓ હાજર રહેશે. બતાવવામાં આવી રહ્યું છે કે ગર્ભગૃહની આધારશિલાના મુક્યા બાદ ડિેસેમ્બર 2023 સુધી ગર્ભગૃહનુ કામ પુરુ કરી લેવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2024ની મકરસંક્રાંતિના દિવસે રામલલાને મંદિરમાં સ્થાપિત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો........
વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ
Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક
Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો
ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા