(Source: ECI/ABP News/ABP Majha)
બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, પ્રથમ તસવીર અને વીડિયો આવ્યો સામે, જુઓ
Chardham Yatra 2024 Kapat Open Live Updates: ચારધામ યાત્રાની આજથી શરૂઆત થઈ ગઈ છે. કેદારનાથના કપાટ ખુલી ગયા છે. બદ્રીનાથના કપાટ 12 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.
Chardham Yatra 2024: ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથના કપાટ શિયાળા દરમિયાન છ મહિના સુધી બંધ રહ્યા બાદ શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ગુરુવારે જ બાબાની પાલખી કેદારનાથ પહોંચી હતી.
કેદારનાથના દરવાજા સવારે 7 વાગ્યે ખુલ્યા, યમુનોત્રીના દરવાજા 10.29 વાગ્યે અને ગંગોત્રીના દરવાજા બપોરે 12.20 વાગ્યે ખુલશે. ચાર ધામ તરીકે ઓળખાતા પ્રખ્યાત ધામોમાં સામેલ અન્ય એક ધામ બદ્રીનાથના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી હરીશ ગૌરે જણાવ્યું કે કેદારનાથ મંદિરના ઉદ્ઘાટન માટે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
#WATCH | Rudraprayag, Uttarakhand: The doors of one of the twelve Jyotirlingas, Shri Kedarnath Dham open with full rituals and Vedic chanting with the chanting of 'Har Har Mahadev' by the devotees.
Chief Minister Pushkar Singh Dhami, along with his wife Geeta Dhami, present for… pic.twitter.com/MBRnJhxdH8 — ANI (@ANI) May 10, 2024
આજે જ્યારે કેદારનાથના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે આ વિસ્તારમાં તાપમાન -1 ડિગ્રી હતું. સ્થળ પર ભક્તોની ભારે ભક્તિ જોવા મળી રહી છે, જોકે તાપમાનમાં ઘટાડો થવાથી તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.