શોધખોળ કરો
Advertisement
'ગાંધી પરિવાર મોદી-શાહને ફાંસીએ ચઢાવી દેવા માંગતા હતા' -બાબા રામદેવે કર્યો દાવો
ચિદમ્બરમ નરેન્દ્ર મોદીને ફાંસીએ ચઢાવવા માંગતા હતા. રામદેવે આ દાવો સિમ્બોસિસ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘઘાટન સમારોહ દરમિયાન કર્યો હતો
નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે કોંગ્રેસને લઇને મોટો દાવો કર્યો છે. બાબા રામદેવે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ન હતા ઇચ્છતા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જીવતા રહે.
રામદેવે કહ્યું કે, પી ચિદમ્બરમે કાવતરુ કરીને અમિત શાહને જેલ ભેગા કર્યા હતા. ચિદમ્બરમ નરેન્દ્ર મોદીને ફાંસીએ ચઢાવવા માંગતા હતા. રામદેવે આ દાવો સિમ્બોસિસ યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘઘાટન સમારોહ દરમિયાન કર્યો હતો.
યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં બાબા રામદેવે કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ક્યારેય ન હતા ઇચ્છતા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જીવતા રહે. જેલમાં રહેલા પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ મોદીને ફાંસીએ ચઢાવવા માંગતા હતા. તેમને કહ્યું કે, દેશનો કાયદો તોડવો અને ભગવાનનો કાયદો તોડવો બન્ને ખરાબ છે. જો દેશનો કાયદો તોડશો તો ચિદમ્બરમ જેવા હાલ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion