શોધખોળ કરો
બિહારઃ ચાલુ ટ્રેનમાં ગુમ થઇ બેન્કરની પત્ની, કહ્યું- ‘હું બીજા સાથે છું’

પટણા: દાનાપુરથી ન્યૂ જલપાઈગુડી જઈ રહેલી કેપિટલ એક્સપ્રેસમાંથી એક બેન્કરની પત્ની ફરાર થઈ જતા લોકોમાં આશ્ચર્ય ઉભુ થયું હતું, પરંતુ આ ઘટનામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પત્નીને પતિ પસંદ ન હોવાના કારણે તેને ચાલતી ટ્રેનમાંથી પતિનો સાથ છોડી ફરાર થઈ ગઈ હતી. પરંતુ થોડા સમય પછી બેન્કરની પત્નીએ જણાવ્યું હતું કે, ‘હું બીજા સાથે છું, ટીવી ઉપર આવતી મારી ખબર રોકાવો.’ તમને જણાવી દઈએ કે, સોમવારે કટિહારમાં ચાલતી ટ્રેનમાંથી પત્ની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આ દંપતિ કંકડબાગ રહેવાસી હતું અને ગત કુમાર તેમની પત્ની સાથે કેપિટલ એક્સપ્રેસ ટ્રેનથી ગરમીની રજા માણવા માટે એનજેપી (ન્યૂ જલપાઈગુડી) જઈ રહ્યા હતા. ટ્રેન કટિહાર પહોંચી તે પહેલા જ તેની પત્ની રસ્તા વચ્ચે ગુમ થઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળી રહેલા અહેવાલ પ્રમાણે, બેન્કર લખનઉમાં એસબીઆઈમાં કાર્યરત છે. ત્રણ વર્ષ પહેલા તેમના લગ્ન શિવપુરીમાં રહેતી 26 વર્ષીય સ્મિતા કુમારી સાથે થયા હતા. સ્મિતા હાલ પટણામાં રહે છે. તેમનું પૈતૃક ઘર કંકડબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની પીસી કોલોની કે-12માં છે. લખનઉથી રજાઓ લઈને તે પટણા આવ્યો હતો. રજાઓ માણવાનું પ્લાનિંગ કરીને તે પત્ની સાથે કેપિટલ એક્સપ્રેસથી દાર્જિલિંગ ફરવા જઈ રહ્યો હતો.
વધુ વાંચો





















