શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ તારીખથી બે દિવસ બેંકની હડતાળ, 20,000 કરોડના આર્થિક વ્યવહાર ઠપ થશે
બજેટમાં દરખાસ્તના કારણે આગામી સમયમાં બંને બેંકોનું ખાનગીકરણ થશે.
કેંદ્ર સરકારના બેંકના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં 15 અને 16 માર્ચે નવ યુનિયને હડતાલનું એલાન કર્યુ છે. આગામી માર્ચ મહિનામાં 15 અને 16 તારીખના રોજ બેંકો બંધ રહેશે. જો કે બીજા શનિવાર અને પછી રવિવારની રજાના કારણે કુલ મળીને ચાર દિવસ બેંકો બંધ રહેશે.
બેંક હડતાળના કારણે રોકડ, બેંક, ટ્રાંસફર મળીને આશરે 20 હજાર કરોડના વ્યવહાર ઠપ્પ થશે. કેંદ્રીય બજેટમાં બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બજેટમાં દરખાસ્તના કારણે આગામી સમયમાં બંને બેંકોનું ખાનગીકરણ થશે.
છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી બેંકોનો મર્જર સામે બેંકીગ યુનિયનો અગાઉથી જ લડત ચલાવી રહ્યા છે. આ જ લડતના ભાગરૂપે અગાઉ બેંક યુનિયનોએ ભૂતકાળમાં પણ હડતાળ અને ધરણા જેવા આંદોલનો કર્યા છે. ત્યારે આગામી હડતાલના એલાનમાં ગુજરાતના 55 હજાર કર્મચારી અને અધિકારીઓ હડતાલમાં જોડાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement