શોધખોળ કરો
Advertisement
ભારત બંધની સૌથી વધુ અસર આ રાજ્યોમાં જોવા મળી, હેલમેટ પહેરી બસ ચલાવી રહ્યા છે ડ્રાઈવરો
હાલમાં દેશમાં જે પણ પ્રદર્શન થયા. તેમાં ઘણી વખત હિંસક વિરોધ પણ જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ મોદી સરકારની આર્થિક અને જનવિરોધી નીતિઓ વિરૂદ્ધ આજે ટ્રેડ યૂનિયનોએ ભારત બંધની જાહેરાત કરી છે. બુધવારે સવારાથી જ ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. બંગાળમાં પ્રદર્શનની આશંકાને ધ્યાનમાં રાખતા બસ ડ્રાઈવર પણ સચેત થઈ ગયાછે. સિલિગુડીમાં રાજ્ય બસ સર્વિસના ડ્રાઈવર હેલમેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે. જેથી કોઈપણ પ્રકારના હુલમાથી બચી શકાય.
જણાવીએ કે, હાલમાં દેશમાં જે પણ પ્રદર્શન થયા. તેમાં ઘણી વખત હિંસક વિરોધ પણ જોવા મળ્યો હતો. પછી ભલે તે નાગરિકતા સંશોધન એક્ટને લઈને હોય કે પછી નેશનલ રજિસ્ટાર ઓફ સિટિઝનને લઈને હોય. આ જ કારણ છે કે બધા સાવચેત થઈ ગયા છે.
ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા આ બંધને પબ્લિ સેકટર બેંકનું સમર્થન મળ્યું છે. આ કારણે આજે દેશભરની બેંક બંધ છે. સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે મોદી સરકારની નીતિઓના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખતરો પહોંચ્યો છે અને સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે.Siliguri: A North Bengal State Transport Corporation(NBSTC) bus driver wears a helmet in wake of protests during #BharatBandh called by ten trade unions against 'anti-worker policies of Central Govt' #WestBengal pic.twitter.com/ZCbe7uRq4m
— ANI (@ANI) January 8, 2020
બંગાળ બાદ ઓરિસ્સામાં પણ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભુવનેશ્વરમાં કોંગ્રેસ સમર્થિત ટ્રેડ યુનિયનના કાર્યકર્તાઓ રોડ બ્લોક કરી દીધા છે તેમજ ટ્રેનને પણ રોકવામાં આવી રહી છે.The Modi-Shah Govt’s anti people, anti labour policies have created catastrophic unemployment & are weakening our PSUs to justify their sale to Modi’s crony capitalist friends. Today, over 25 crore 🇮🇳workers have called for #BharatBandh2020 in protest. I salute them.
— Rahul Gandhi (@RahulGandhi) January 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion